400 થી વધુ વિઘાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા: ડો. એન. આરદેશણાને પુન: નિયુકત કરવા વિઘાર્થીઓની માંગ
આજરોજ નિયામક અનુ. જાતિ વિભાગ દ્વારા પટેલની નખત્રાણા-કચ્છ ખાતે બદલી કરવામાં આવેલ છે. એમ.જી. હોસ્ટેલના તમામ વિઘાર્થીઓની સફળતા પાછળ કોઇ એક વ્યકિતનો ફાળો હોય તો તે ડી.એન. આરદેશણા છે. રાત્રે મોડે સુધી વાંચનાર કે નાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી મુકી અને વાલી તરીકેની ફરજ બજાવનાર ડો. પટેલની બદલી અયોગ્ય છે. જેની બદલી રોકવા અને પુન: નિયુકિત મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયમાં જ થાય એ બાબતે સરકારનો અગાઉ ઘ્યાન દોરેલ હતું. પરંતુ અમોને સંતોષકારક પ્રત્યુતરના મળતા આજથી ભુખ હડતાલ પર ઉતર્યા છે.
વધુમાં જયાં સુધી પટેલની બદલી અટકશે નહી અને પુન: નિયુકિત મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયમાં થશે નહીં ત્યાં સુધી અમે ભુખ હડતાલ શરુ રાખીશું. પુન: નિયુકિતનો આદેશ લેખીત સ્વરુપે અમારા સુધી પહોચશે નહી ત્યાં સુધી અમો ભુખ હડતાલ શરુ રાખવા સંકલ્પબઘ્ધ છીએ. હોસ્ટેલના કોઇપણ વિઘાર્થીની તબિયત લથડી કે અન્ય કોઇ અધટીત ઘટી તો તેનું જવાબદાર માત્રને માત્ર સરકાર રહેશે. તેમ વિઘાર્થીઓએ જણાવ્યું હતું.