ગુજરાત સરકારના સરાહનીય પગલાને ‘વેપલાવૃત્તિ’માં ખપાવવાનો હિન પ્રયાસ
મતનું રાજકારણ લોકોને બેડીઓમાં ન જકડી લે તે માટે સતર્ક થવું જરૂરી
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીની આગેવાનીમાં ૩૧ સભ્યોની પાર્લામેન્ટરી કમીટી સાંસણની એક દિવસીય મુલાકાતે આવી હતી. જેમાં સિંહની વ્યવસનો મુદ્દો મુખ્ય હતો. આ એક દિવસીય મુલાકાત કરીને સિંહને પ્રોજેકટ ટાઈગરની દિશામાં લઈ જવાનો પ્રસ્તાવ મુકયો છે ત્યારે કમનશીબી એ છે કે, ગુજરાતના સાંસદો કે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ સંયુકત રીતે આવા ધમધડા વિનાના અહેવાલોનો વિરોધ કરવામાં ઉણા ઉતર્યા છે.
વાઘ અને હાીને લઈને ઈકો સેન્સીટીવ ઝોનનો વિચાર કરીએ તો આવા વિસ્તારમાં વાઘ અને હાીનો શિકાર ાય છે. પરંતુ ગુજરાત રાજયની સપના ઈ ત્યારી આજ સુધીના ૫૭ વર્ષના ઈતિહાસમાં સાસણ કે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં એક પણ કિસ્સો એવો ની બન્યો કે સનિક લોકોએ સિંહ ઉપર હુમલો કર્યો હોય કે શિકાર કર્યો હોય. હા શિકારીઓ આવે છે પણ કયાંી આવે છે કે જયાં પાર્લામેન્ટરી કમીટીઓ સિંહોને પહોંચાડવા માંગે છે તેવા મધ્યપ્રદેશમાંી શિકારીઓ આવતા હોય છે.
મનુષ્ય અને પ્રાણીઓની પ્રકૃતિ અલગ છે તેવી રીતે સિંહની પ્રકૃતિ પણ અલગ જ છે. સિંહ માણસો સો રહેવા ટેવાયેલો છે. જેમ ગિરના લોકોએ સિંહ પર હુમલો ની કર્યો કે, શિકાર ની કર્યો તેવી જ રીતે આપણુ ગર્વ ગણાય તેવા સિંહે પણ કયારેય લોકો ઉપર હુમલો કર્યો ની. પણ આ બધી બાબતોનો આપણી ‘બીચારી’ પાર્લામેન્ટરી કમીટી કે, જે કોંગ્રેસી સાંસદ રેણુકા ચૌધરીની અધ્યક્ષતામાં સાસણમાં એક દિવસ ટહેલવા આવી હોય અને જંગલ ખાતા સો બેસીને ભલામણો કરતી હોય ત્યારે અપેક્ષા કોની પાસે રાખવી. એક તરફ ભારત ભલે અન્યાયોી આઝાદ યું હોય છતાં ગુજરાત હજુ ગુલામી પ્રાનો અનુભવ કરી રહ્યું છે.
કદાચ પાર્લામેન્ટરી કમીટીના અધ્યક્ષ રેણુકા ચૌધરીનું જ્ઞાન ઢુકડુ હોય તેવું લાગી રહ્યું છે. ૩૧ સભ્યોની મંડળીનું જ્ઞાન પણ ટૂંકુ હોય તેવું મનાઈ રહ્યું છે. આઝાદી સમયની સિંહની સંખ્યા અને હાલની સંખ્યામાં શું ફર્ક પડયો છે તે પાર્લામેન્ટરી કમીટીએ ધ્યાનમાં લીધુ ની.
ખરેખર ‚પાણી સરકારને આવા પાયાવિહોણા ગુલામી જેવા જંગલી કાયદાઓ અને નિયમોને ધડમુળમાંી ઉખાડી ફેંકવા માટે જે પ્રયત્નો કર્યા છે તે માટે ધન્યવાદ આપવા જોઈએ. પરંતુ જો સૌરાષ્ટ્રના લોકો ખાસ કરીને ગિરના લોકો હા પર હા ધરીને બેઠા રહેશે તો વધુ એક ઈકો સેન્સીટીવ ઝોન જેવો જંગલી નિયમ ઠોકી બેસાડવામાં આવશે. અને અગાઉ જેવી રીતે અન્યાય તો રહ્યો છે તેમ વધુ એક અન્યાય ગિર વિસ્તાર સહિત જૂનાગઢ, અમરેલી, ગિર-સોમના અને ભાવનગર જિલ્લાના લોકોને સહન કરવો પડશે. જૂના જંગલ ખાતાના નિયમો ગિર વિસ્તારના લોકો સહિત ચાર જિલ્લાના લોકોને મુશ્કેલી‚પ બન્યા હતા. તેમ લોકોને વધુ એક જંગલીરાજ તરફ ખેંચી જવાનો હિન પ્રયત્ન બની રહેશે.
એક તરફ વિકાસની વાતો ાય છે તો બીજી તરફ ૧૮મી સદીમાં લઈ જવાના જંગલી કાયદા તરફ લઈ જવાનો પ્રયત્નો ઈ રહ્યાં છે. જેમાં કહેવાતા એકટીવીષ્ટો અને તજજ્ઞો પણ એક પણ મોકો ચુકતા ની. જંગલખાતુ જાણે સિંહનું સંવર્ધન કરીને પોરાતુ હોય તેમ હું રામજીને રતનીયાની ભૂમિકામાં આપણા માનનીય સાંસદોની કમીટી સો એરકંડીશન ઓફિસમાં બેસીને સિંહ સંવર્ધન અને સલામતીના હાસ્યાસ્પદ ગંભીર નિર્ણયો લેવામાં લાગી પડયા છે. પરંતુ કહેવાય છે કે, ખોટુ ગમે તેટલી વાર બોલો તે ખોટુ જ રહે છે તેવી જ રીતે જંગલ ખાતુ એક તરફ સિંહ સંવર્ધનની વાતો કરે છે અને સિંહની સંખ્યા વધારવા લીંબડજસ ખાટવા નિકળી પડયું છે. પરંતુ સૌરાષ્ટ્રના સિંહો અને ગિર વિસ્તારના લોકો સારી રીતે વાકેફ છે અને કુદરત પણ સમજીને આ દેવી પ્રાણીને ગિર પુરતુ જ સીમીત રાખ્યું છે. કારણ કે, સૌરાષ્ટ્રની ભૂમિમા પણ દૈવિત્ય છે.
રાજય સરકારે ઈકોસેન્સીટીવ ઝોન ઘટાડવા એટલા માટે પગલુ લીધુ છે કે, જંગલ ખાતાના જંગલી નિયમોના કારણે સનિક લોકોને કેવી તકલીફ ભોગવવી પડે છે તેનાી રાજય સરકાર સારી રીતે વાકેફ છે પરંતુ હવે સમય પાકી ગયો છે કે આ નિર્ણય ફકત રાજય સરકારનો ની રહેતો પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને ગિર સહિતના ચાર જિલ્લાના લોકોના હકકનો છે. આ બાબતે કોંગ્રેસ-ભાજપે પક્ષાપક્ષીી ઉપર ઈને ખરેખર જે હકીકત છે તે બાબતે સંસદીય કમીટી અને મોદી સરકાર સુધી તાત્કાલીક ઈકોસેન્સીટીવ ઝોનના નામે જંગલી કાયદા આવતા રોકવાની અને રાજય સરકારની ઈકોસેન્સીટીવ ઝોનની મર્યાદા ઘટાડવાની જન ઝુંબેશી વાકેફ કરવા જોઈએ.
ગિર વિસ્તાર સહિતના ચાર જિલ્લામાં સનિક લોકો સિંહ સંવર્ધનમાં સારી રીતે લાગેલા છે અને કુદરતે જે સીસ્ટમ બનાવી છે એ સીસ્ટમ કુદરતી રીતે જ ચાલવા દેવામાં આવે તેવી જંગલ ખાતા અને સરકાર પાસે નમ્ર અરજ અને અપેક્ષા છે. બાકી કહેવાતી પાર્લામેન્ટરી કમીટી એક દિવસ માટે લટાર મારીને સાચી પરિસ્િિતનો તાગ લીધા વિના એક તરફીનો નિર્ણય લઈ પોતાની જીદ સંતોષશે તો સૌરાષ્ટ્રને વધુ એક ઘોર અન્યાય શે. સૌરાષ્ટ્રના જે વિકાસ યા છે તે લોકોના પંડે યા છે અને હવે જયારે વિકાસની હરણફાળ માટે સૌરાષ્ટ્રના લોકો નગની રહ્યાં છે ત્યારે ઈકોસેન્સીટીવ ઝોન જેવા વિચિત્ર પર્યાવરણના નિયમોને નામે અને વાઈલ્ડ લાઈફના નામે રોડા નાખવાનું બંધ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
જો ઈકોસેન્સીટીવ ઝોન ઉપર પરાણે મતુ મરાશે તો ગિર વિસ્તાર સહિત ચાર જિલ્લાઓનો કે જે ૨૯૧ ગામડાઓ અને ૩૩૨૮ ચો.કિ.મી.નો વિસ્તાર કાળા કાયદા નીચે કાયમ માટે ગુમસુદા ઈ જશે. આપણે ત્યાં પોતાની જાતને સ્વયંસેવક એકટીવીસ્ટ અને લોકસેવક ગણાવતા લોકો કોર્ટમાં જે કોઈ જનહિતની અરજીઓ કરે છે તેમાં હકીકતને બદલે બદઈરાદો જ નજરે આવે છે.
ોડા સમય પહેલા એક વિડિયો વાઈરલ યો હતો જેમાં સિંહણ જંગલ વિસ્તારને મુકી માનવ વસાહત સુધી પહોંચી આવી હતી. આવા અનેક બનાવો ભૂતકાળમાં પણ બન્યા છે. જેના પરી સ્પષ્ટ ાય છે કે, જેમ લોકોને દૂર કરવામાં આવશે તેમ સિંહો પણ માનવ વસાહતો સુધી પહોંચવાના પ્રયાસો કરશે. વધુમાં સિંહોને માનવ વસાહતોનો ભય ન હોવાી તેઓ આવા વિસ્તારોમાં જઈ અને મારણ કરતા હોય છે. પરંતુ જંગલખાતુ ખોટો ભય ઉભો કરે છે, સિંહોના મારણને જંગલમાં ફેંકવા જાય છે અને એક અવા બીજી રીતે કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે ત્યારે સંવર્ધનની ડંફાસો પાયાવિહોણી હોવાનું જોવા મળે છે.
ઈકોસેન્સીટીવ ઝોનમાં અમુક ગામોને મારણ ગામડા તરીકે દર્શાવ્યા છે જેમાં હરમડીયા, પીચવી, ખિલવાડ, કોળીયા, ગોરાળા, ખાન્દાધાર, ખાંભા, તાંતણીયા, નાની ધારી, જીરા, શેરમરડી, દલખાણીયા, વેકરીયા, રાજપરા, પિયાવા ગિર, અંબાળા, હરીપુર વગેરેનો સમાવેશ ાય છે. ઈકોસેન્સીટીવ ઝોનમાં વસતા સિંહો અવાર-નવાર આ ગામો તરફ પહોંચી આવે છે અને મારણ કરતા હોય છે. ત્યારે જંગલખાતાની એક પણ પ્રવૃતિ સિંહના સંવર્ધનને યોગ્ય હોય તેવું લાગી રહ્યું ની. આ બાબતે હવે લોકોએ જાગૃત ઈને રજૂઆતો કરવી જોઈએ અને ઈકોસેન્સીટીવ જેવા કાળા કાયદાઓ લાવવા મતા તત્ત્વોને જવાબ આપવો જોઈએ.
ઈકોસેન્સીટીવ ઝોનની હદ મર્યાદા ઘટાડવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપી બનશે અને લોકોને એક અવા બીજી રીતે કાળા કાયદાને કારણે તી હેરાનગતિમાં ઘટાડો વાનો છે. પરંતુ કહેવાતા એકટીવીસ્ટો અને કાર્યકરો એક અવા બીજી રીતે સરકારના આ નિર્ણયમાં રોડા નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના પરિણામે લોકોને ફરીી અન્યાય ભોગવવો પડે તેવી ચિંતા ઉભી ઈ છે.
જો કે, લોકો આ બાબતે આગળ આવી અને યોગ્ય રજૂઆતો કરે તેમજ કેન્દ્ર સરકારને વાસ્તવિક પરિસ્િિત વાકેફ કરે તો આવા તત્ત્વોની હિન પ્રવૃતિઓને સફળતા મળશે નહીં અને આ નિર્ણય ગિરના સિંહો માટે પણ ખુબ ખાયદા‚પ બની રહેશે. વાઘ અને હાી જે વિસ્તારમાં છે ત્યાં શિકારની પ્રવૃતિ બેફામ રીતે ાય છે ત્યારે સિંહને પણ આવા જ સ્ળે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સિંહ પહેલેી જ સુરક્ષીત છે. ખાસ કરીને સનિક લોકો સિંહો બાબતે પુરતી સંભાળ રાખતા હોવાી સિંહોને કોઈ ખતરો ની પરંતુ એક અવા બીજી રીતે એવું બતાવવામાં આવે છે કે, માનવ વસાહતોના કારણે સિંહોને મુશ્કેલી ઉભી ાય છે અને સંવર્ધનને પણ નડતર‚પ બને છે પરંતુ ખરેખર આ નેસડામાં રહેતા લોકો ઈકોસેન્સીટીવ ઝોનનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાના આ વિસ્તારમાં રહે છે. તેઓને સિંહની પ્રકૃતિની તમામ જાણકારી છે અને તે પ્રમાણે જ તેઓ પોતાની જીવનશૈલી જીવે છે.
ત્યારે જંગલખાતુ અને કહેવાતા એકટીવીસ્ટો એક અવા બીજી રીતે આ લોકોને ગિર અભ્યારણી દુર ખસેડવાના પ્રયાસો કરે છે જેના પરિણામે સિંહ પણ અવાર નવાર દૂર સુધીના માનવ વસાહતો સુધી પહોંચે છે અને મારણ કરે છે. ખરેખર આ વિસ્તારમાં રહેતા લોકોને સિંહ દ્વારા ઢોર-ઢાખરના મારણી પણ કોઈ પ્રશ્ર્ન ની તેવો કુદરતના નિયમનો એક ભાગ ગણીને પોતાનું જીવન જીવે છે પરંતુ આવા કહેવાતા એકટીવીસ્ટો અને તત્ત્વોને શું પ્રશ્ર્નો ઉભા ાય છે તે કોઈને જાણવા મળતુ ની પરંતુ એક વાત સત્ય છે કે, આવી જનહિતની અરજીઓમાં હકીકત ઓછી અને અંગત ફાયદાઓ વધારે હોય છે. આવા અંગત ફાયદાઓ મોટા પ્રમાણમાં લોકો અને વન્ય પ્રાણીઓને નુકશાન પહોંચાડે છે જે ખરેખર યોગ્ય ગણી શકાય નહીં.
ઘણી વખત એવા પણ બનાવો બન્યા છે કે જયાં સિંહને પડતી મુશ્કેલીઓ કે પછી તેની બિમારીઓ બાબતે સનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હોય અને ત્યારબાદ કામગીરી કરવામાં આવી હોય. વધુમાં સનિક લોકો વન્ય પ્રાણીઓ તેમજ આબોહવા બાબતે એટલા જાગૃતિ હોય છે કે તેઓ દ્વારા કુદરતની પ્રક્રિયામાં કોઈપણ જાતની ખલેલ ન પહોંચે તે માટે ખાસ ધ્યાન દેવામાં આવે છે.
જો કે ધમધડા વગરના કાયદાઓના કારણે કોઈ હકારાત્મક અસર તી ની પરંતુ લોકો તેમજ વન્યજીવોને હેરાનગતિ ભોગવવી પડે છે. ઓછામાં પૂરું જો આવા કાયદાઓ દૂર કરવા માટે સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવે તો તેનો પણ પક્ષાપક્ષીને કારણે વિરોધ કરવામાં આવે છે અને એક અવા બીજી રીતે પ્રશ્ર્નો ઉભા કરી હવનમાં હાડકા નાખવાના પ્રયાસો ાય છે.