કોર્પોરેશન દ્વારા રાજમાર્ગો પરથી ચિચોડા હટાવવાની કામગીરી શ‚ કરાતાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ: મ્યુનિ. કમિશનર વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરનાં મુખ્ય રાજમાર્ગો પરથી શેરડીનાં ચિચોડા હટાવવા સુચના આપવામાં આવી છે જે અંતર્ગત છેલ્લા ત્રણેક દિવસથી દબાણ હટાવ શાખાની કામગીરી શ‚ કરવામાં આવી છે. જેનાં વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે
શેરડીનાં રસનાં ધંધાર્થીઓએ ચિચોડા સાથે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જેને અટકાવવામાં આવતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની અને મહાપાલિકાનાં ભાજપનાં શાસકો વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
શહેરનાં રાજમાર્ગો પરથી ચિચોડા હટાવવાનું શરૂ કરવામાં આવતા આજે રાજકોટ સમસ્ત રસ ચિચોડા એસોસીએશન અને કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત રસનો ચિચોડો લઈ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઘુસવાનો પ્રયાસ કરવામાં આવતા બંદોબસ્ત માટે હાજર વિજિલન્સ પોલીસે દરવાજા પર જ રસનાં વેપારીઓ અને કોંગ્રેસનાં કાર્યકરોને અટકાવતાં ભારે હોબાળો સર્જાયો હતો. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે એક તબકકે ઝપાઝપી પણ થવા પામી હતી. રોષે ભરાયેલા રસનાં વેપારીઓ અને કોંગ્રેસનાં કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનર વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. સતત એક કલાક સુધી આ હંગામો ચાલ્યો હતો.