સમસ્યાના પરંપરાગત નિરાકરણને બદલે ટેકનોલોજીયુકત ઝડપી ઉકેલ એ સમયની માંગ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મારવાડી યુનિ. ખાતે હેકાોન સ્પર્ધા યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત ૨૮ જુલાઇના રોજ રાજકોટ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે દેશભરના ઇજનેરી છાત્રો પાસેી સુચનો મંગાવતી હેકાોન સ્પર્ધાની જાહેરાત કરી હતી. જેનો આજે મુખ્યમંત્રી વિજયભાઇએ શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કોઇ પણ પ્રદેશની સમસ્યાના પરંપરાગત નિરાકરણને બદલે તેના ટેકનોલોજીયુકત ઝડપી અને પારદર્શી ઉકેલને સમયની માંગ ગણાવ્યો હતો. હેકાોન સ્પર્ધાના આયોજન બદલ મારવાડી યુનિ.ને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ ઉપસ્તિ યુવા ઇજનેરી છાત્રોને સામાન્ય નોકરિયાત નહિ, પણ નોકરી સર્જક બનવા હાકલ કરી હતી. નવા નવા રોજગારીના ક્ષેત્રોમાં મંડાણ કરવા રૂપાણીએ ઇજનેરોને ઇજન પાઠવતા સંશોધન અને વિકાસના નવા પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સુચન કર્યું હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વના સૌી વધુ યુવાનો ધરાવતા ભારત દેશના યુવાનોને તક આપવાની જવાબદારી સમગ્ર સમાજની છે, ત્યારે રાજય સરકાર પણ તેનાી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરી છુટશે. આજના ઝડપી યુગની સ્પર્ધામાં ટકી રહેવા માટે મુખ્યમંત્રીએ ટેકનોલોજીના રોજિંદા અપડેશનને અતિ અગત્યનું ગણાવ્યું હતું અને આમ નહિં કરવાી ફેંકાઇ જવાની સંભાવના પણ દર્શાવી હતી. જનસામાન્યમાં વધી રહેલા ગુડ ગવર્નન્સ પ્રત્યેના ઝોકને મુખ્યમંત્રીએ યોગ્ય રીતે પિછાણ્યો હતો. આ માટે લાગુ કરવામાં આવેલી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી રૂપાણીએ તેમના વકતવ્યમાં વણી લીધી હતી.મુખ્યમંત્રી રૂપાણીએ રાજય સરકાર દ્વારા કાર્યરત કરાયેલી નવતર અભિગમ સોની ફોરેન્સિક, રક્ષા, પેટ્રોલીયમ, મરીન, ટીચર્સ, ચાઇલ્ડ, યોગ, સ્પોર્ટસ વગેરે યુનિવર્સિટીઓને આજ દિશાનું સમયસરનું પગલું ગણાવ્યું હતું. અને તેનો મહતમ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેજસ્વી ભારતના નિર્માણ માટે સંસ્કારયુકત શિક્ષણની મહત્તા મુખ્યમંત્રી વિજયભાઇએ સવિસ્તર સમજાવી હતી અને એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે, જેમ ભુતકાળમાં વિદેશોી વિર્દ્યાીઓ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા નાલંદા, વલ્લભી, તક્ષશિલા વગેરે વિદ્યાપીઠોમાં આવતા એમ જ આધુનિક ભારતના વિકાસનો અભ્યાસ કરવા વિદેશી વિર્દ્યાીઓ ભારત આવશે.મુખ્યમંત્રીએ મારવાડી યુનિવર્સિટીની પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી, અને સમગ્ર પરિરસનું નિરીક્ષણ કર્યું હતું. ફુલોના વિશાળ હારી રાજકોટ મહાનગરપાલિકા તા અન્ય મહેમાનોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું બહુમાન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા વતી મુખ્યમંત્રીને હેકાોન સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. મુખ્યમંત્રી તા અન્ય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્યવિધિ સંપન્ન ઇ હતી. આમંત્રિતોનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું.મ્યુનિ. કમિ. બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની સવિસ્તર વિગતો રજૂ કરી હતી. મારવાડી યુનિ.ના ચેરમેન કેતનભાઇ મારવાડીએ હેકાોન સ્પર્ધાના યજમાન બનવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી તા સંસનો ટુંકો પરિચય આપ્યો હતો. મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે દેશની યુવાશક્તિને ટેકનોલોજીના સર્વોચ્ચ શિખર સર કરવા આહવાન પાઠવ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો.હેકાોન સ્પર્ધા અંગેની ટુંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટેની હેકાોન સ્પર્ધા માટે સમગ્ર દેશમાંી ૭૦૦૦ી વધુ ઇજનેરી છાત્રોએ નોંધણી કરાવી હતી. જે પૈકી ૪૮૬ ટીમને પસંદ કરવામાં આવી હતી અને ૨૮૫ ટીમના સૂચનો આખરી સ્પર્ધા માટે લાયક ગણાવાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યદ ગોવિંદભાઇ પટેલ તા શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયતની સયી સમિતીના અધ્યક્ષ પુષ્કરભાઇ પટેલ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, શિક્ષણવિદ ડી.વી.મહેતા, મારવાડી યુનિ.ના તા દેશભરની યુનિવર્સિટીઓના તજજ્ઞો, મારવાડી યુનિ.ના છાત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.