- કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા કરાય માંગણી: 6 મુદ્ાઓનો સમાવેશ કરવો જરૂરી
ગુજરાતમાં જગતાતની સમસ્યાના નિકાલ માટે તથા ખેડૂતોને નફાકારક ખેતી કરતા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગની રચના કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ખેતી અને ખેડુત સામે રાજ્ય સરકારનો રવૈયો છેલ્લા 20 વર્ષનો રહ્યો એવો જ રહેશે તો થોડા વર્ષોમા ગુજરાતમા ખેતીની જમીન બંજર બની જશે અને સરકારની સહાય લેવાવાળો કોઇ ખેડુત પણ નહી બચે, રાજ્ય સરકારની આજની પોલીસી એવી છે કે દિનપ્રતિદિન ખેતીવાડીએ ઉદ્યોગની પુરક બનવાને બદલે ખેતીવાડી ઉદ્યોગનો ખોરાક બની રહી છે.
ગુજરાતનો ખેડુત કોઠા સુજવાળો અને કર્મઠ છે, આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવાનો અભિગમ ધરાવે છે,સાહસિક અને ઉદ્યમી છે, આમ છતાં 25 વર્ષથી ખેતીને નફાકારક બનાવવામા સરકારની પોલીસી નિષ્ફળ કેમ છે ? રાજ્ય સરકાર પાસે આનો કોઇ જવાબ નથી. સરકાર અને તંત્ર ખેતીની નાડ પારખવામા સંપુર્ણ નિષ્ફળ ગઈ છે, તેનુ મુખ્ય અને મુળનુ કારણ ભાજપા સરકારમા ઉદ્યોગ સાહસિકને જે લાભો અને વાતાવરણ મળે છે તે ખેતીને મળતુ નથી. એવી રીતે સરકારની ખેતી અને ઉદ્યોગને વિકસાવવા માટે બન્ને સામે સમાંતર દ્રષ્ટી નથી એટલે ખેતીના પ્રશ્ર્નો અને સમસ્યાથી ખેડુતો ઘેરાયેલા રહે છે, જ્યા સુધી ખેડુતો સમસ્યા મુકત નથી ત્યા સુધી કૃષિ આબાદી શકય નથી. આ દિશામાં મજબુત કદમ ભરવાની અનિવાર્યતા છે, તેના માટે ખેડુતોને મુંઝવતા 6 મહત્વના પરિબળો ઉપર ઠોસ નિર્ણય કરવો જોઇએ. જેમાં ખેતીને સમયે પાણી મળે. ખેતીને સમયે વિજળી મળે. ખેતીને ગુણવત્તા સભર એગ્રી ઇન્પુટસ (બીજ-ખાતર-જંતુનાશક દવા) અને જીએસટી મુક્ત. ખેતી પાકના પોષણક્ષમ ભાવ મળે. ખેતી પાકને સુરક્ષા મળે અને ખેતી પાકને વિમાનુ સુરક્ષા કવચ મળે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને કૃષિ અભ્યાસુ મનહર પટેલ રાજ્ય સરકારને રાજ્યમા ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગની સ્થાપના કરવાની ભાલામણ કરે છે અને આ કૃષિ આયોગ નીચે રાજ્યની ખેતી નિયામક ઓફિસ/ગજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરશિ લી./ગુજરાત રાજ્ય બીજ નિગમ લી./ ગુજરાત બીજ પ્રમાણિત એજન્સી./ગુજરાત જમીન નિકાસ નિગમ જેવા બોર્ડ/નિગમોને તેમા સમાવીને ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના વહીવટી માળખમા આમુલ પરિવર્તન માટે અનિવાર્ય ગણાવ્યુ છે, ખાસ કરીને કૃષિ આયોગની રચનાથી ખેડુતને મુંજવતા અને સરકારને ચિંતા મુકતા ઉપર દર્શાવેલ 6 મુદ્દાનો સરળ રીતે તેમા ઉકેલ છે,સરકારી કંટીજન્સી ખર્ચમા ઘટાડો,વહીવટી પારદર્શકતા અને સરળતા, ભ્રષ્ટાચારીઓ માટે મોટા દરવાજા બંધ, બાબુઓની જોહુકમી ઉપર લગામ,ખાનગી ઇજારેદારો અને સત્તાપક્ષના અમુક ભ્રષ્ટ નેતાઓની ભાગીદારીના અવકાશને પુર્ણ વિરામ એવુ સંપુર્ણ ડિઝીટલ માળખુ છે. રાજ્ય કૃષિ આયોગ થકી ગુજરાતની ખેતીનુ વિસ્તારવાર/પાકવાર કુલ ઉત્પાદન/વેચાણ અને નિકાસના આંકડા સ્પષ્ટ મળશે, કૃષિ આયોગના તાબામા રાજ્યના કૃષિ કર્મચારી/અધિકારીઓની સીધી ભરતી/પ્રમોશન રહેશે તેના કારણે અધિકારી વર્ગ ઉપર શિસ્ત અને વહીવટી પક્કડ મજબુત બનશે, તેમજ અનેક ખેડુતો અને સરકારને મુજવતા નાના મોટા પ્રશ્ર્નોમાંથી બહાર આવશે. આમ ખુબ અભ્યાસને અંતે આ ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગ નુ માળખુ આપ સૌ મિડીયાના માધ્યમથી ગુજરાત સરકાર સમક્ષ મુકી રહ્યા છે, આશા રાખુ છુ કે રાજ્ય સરકાર ખેડુત-ખેતીની પાયાની કાયમી સમસ્યા નિવારણ માટેની આ ભલામણને અભ્યાસ કરી સ્વીકારે. રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગ બાબતે આગળ વધવાની ઉત્સુકતા દાખવશે તો રાજકીય બાબતોથી પર રહીને સંવાદ અને સહકાર માટે શ્રી મનહર પટેલ ખાતરી આપે છે.