નવા સ્માર્ટફોનમાં ડિજિટલ રિચાર્જ કરવું ઘણા યુઝર્સને અઘરું પડી જાય છે. યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિઓએ નવું ડિજિટલ અસિસટન્ટ લોન્ચ કર્યું છે. આ ફીચર જિઓ યુઝર્સની રિચાર્જ પ્રોસેસને સરળ બનાવી દેશે. આ ફીચરનો ફાયદો ખાસ કરીને તેવા યુઝરને મળશે જે લોકોએ પહેલાં ક્યારેય ડિજિટલ પેમેન્ટ કર્યું નથી.27 જુલાઈએ લોન્ચ થયેલું આ ફીચર MyJio એપમાં દેખાશે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને યુઝર વાપરી શકશે.
જિઓ સારથી ફીચર રિચાર્જ પ્રોસેસમાં ડિજિટલ અસિસ્ટન્ટની જેમ કામ કરશે. તે સ્ટેપ બાય સ્ટેપ રિચાર્જ પ્રોસેસ બોલશે. હાલ કંપનીએ જિઓ સારથી ફીચર હિન્દી અને અંગ્રેજીમાં શરુ કર્યું છે. કંપની આવનારા સમયમાં આ ફીચર 12 રીજનલ ભાષામાં શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે.
આ ફીચરનો લાભ ઉઠાવવા માટે યુઝરના સ્માર્ટફોનમાં MyJio એપ હોવી જરૂરી છે. તેમાં જિઓ સારથી ફીચર પર ક્લિક કરતા રિચાર્જ પ્રોસેસ કરી શકાશે. જિઓ સારથી યુઝરને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી કેવી રીતે ઇનપુટ કરવી તે પણ જણાવે છે. આ ફીચર ઓનલાઇન રિચાર્જ પ્રોસેસ વધુ સરળ બનાવશે તેવી કંપનીને આશા છે.