“દરેક કિસ્સામાં એકબાજુ જનતા અને કાયદો તો બીજી બાજુ રાજકીય પક્ષો, વિવિધ સંગઠનો, ગુનેગારો, ઉપરી અધિકારીઓ અને અસંતુષ્ઠ તથા કામચોર તાબાના કર્મચારીઓ હોય છે !

આધુનીક બહારવટીયા-૨

ખૂન સાથે ધાડ સાથેનો લોનકોટડા ગામે બનાવ બનતા ગામના ચોકમાં જ્યાં ગ્રામ પંચાયત કચેરી અને સહકારી મંડળીની કચેરી આવેલી છે. ત્યાં સરકારી અને રાજકીય નેતાઓના વાહનોના થપ્પા લાગી ગયા હતા. તે આ બનાવના સાક્ષી ખેડુતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કરતા અને ગોંડલ દવાખાને સારવારમાં મોકલતા સાવ અદ્રશ્ય થઈ ગયા હતા. સમગ્ર ગામમાં દુ:ખમય અને સ્મશાન વત શાંતી પથરાયેલી હતી પરંતુ તે શાંતિની પાછળ પણ ઘણોજ ભય ફેલાયેલો હતો.

ગામના ચોકમાં હવે ફકત ફોજદાર જયદેવ ત્રણ પોલીસ જવાનો અને લોનકોટડાના પીઢ અને મહેનતુ સરપંચ જ બાકી રહ્યા હતા. આત્મહત્યાનો પ્રયત્ન કરનાર ખેડુતે સરપંચને પણ જસાપરના મોરભાઈની સંડોવણી વાળી વાત કરી હતી. આથી સરપંચે જ જયદેવને કહ્યું કે મોરભાઈનું બુલેટ મોટર સાયકલ ઘણી વખત અમારા ગામમાં આવતું અને તેમના ખાનગીમાં વ્યાજ વટાવના અને બીજા જાકુબીના ધંધા પણ ચાલતા પરંતુ આ વિસ્તારના તેઓ અગ્રણી માથાભારે તેમની સામે અવાજ પણ કોણ કરી શકે?

જયદેવને બનાવની ગંભીરતાનો અને આવનાર સમયમાં તેના માટે ઉભી થનાર આફતનો અણસાર આવી ગયો હતો કે જો ખેડુત મૃત્યુ પામે તો અધિકારીઓ તો હાથ ઉંચા કરી દેશે જે કાંઈ ભોગવવુ પડે તે તેને જ સહન કરવું પડશે આથી તેનું મોઢુ ઝંખવાઈ ગયું હતુ અનુભવી અને પીઢ સરપંચ જયદેવમાં આવેલ પરિવર્તન સમજી ગયા.

સરપંચે જ જયદેવને કહ્યું ‘સાહેબ આ ખેડૂતે આવુ કર્યું તેમાં પોલીસનો શું વાંક ? પોલીસ તપાસ તો કરે જ ને ? તમે તો તેને સહેજે ઉંચા અવાજે બોલ્યા પણ નથી! જયદેવ દસ વર્ષ પહેલા જસદણ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારથી લોનકોટડાના ગ્રામજનો સરપંચ સહિત તેની કાર્ય પધ્ધતિ તથા તેની નામનાતી પૂરા જાણકાર હતા અને જાણતા હતા કે જયદેવની કાર્યવાહી શાંતિપ્રિય અને નિદોર્ષ લોકો તરફી પણ ગુનેગાર તરફે અતિઆક્રમક અને ઉદાહરણીય હતી જયદેવના સમયે કોઈ ગુનેગાર ગુન્હો કરવાની હિંમત જ કરતા નહિ સરપંચે જયદેવને કહ્યું સાહેબ અમને પોલીસ વિરુધ્ધ કોઈ ફરિયાદ નથી પણ સાચા આરોપીઓને હવે ગમે તે થાય છોડતા નહિ.

બીજી બાજુ સાહેદ ખેડુતને પ્રથમ સારવારમાં ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ સીરીયસ કેસ થઈ જતા તેને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં ખેડુતે છેલ્લા શ્વાસ લીધા. ખેડુતનું ડી ડી કે કોઈ બીજુ પોલીસ નિવેદન તે બેભાન થઈ જતા લઈ શકાયેલ નહિ ખેડુતનું છેલ્લુ કે પહેલુ નિવેદન જે કહો તે જયદેવે લીધું હતુ તે એક જ હતુ. મોડીરાત્રે શબ ગામમાં આવ્યું અને વહેલી સવારે સમગ્ર લોનકોટડા ગ્રામજનોએ અતિ દુ:ખમય સ્થિતિમાં અંતિમ સંસ્કાર કર્યા.

રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખેડુત મૃત્યુ પામતા થયેલ કેસ કાગળો બાબરા આવતા અકસ્માત મોતનો બનાવ નોંધાયો. પોલીસ વડા સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ઓફીસીયલી વાયરલેસથી જાણ કરવામાં આવી જોકે આગલા દિવસે જ તેમણે ડીવાયએસપી, સીપીઆઈ સાથે મળીને આ બાબતે વિગતે ચર્ચા જ કરી લીધી હતી કેમકે અમરેલી જીલ્લાનાં ખેડુત સંગઠનોની તાકાત અને પ્રવૃત્તિથી તમામ ભયભીત થઈ ગયા હતા.

આ મૃત્યુ ખરેખર કસ્ટડીયલ ડેથ હતુ જ નહિ ખેડુત સાક્ષી હતો તેને મદદમાં અને તેને કોઈ ધમકાવે નહિ માટે જ પોલીસ સાથે તેના રક્ષણ માટે રાખ્યો હતો. તેની ધરપકડ કરવાનો કોઈ પ્રશ્ન જ હતો નહિ. તે સમયે માનવ અધિકાર ના કોઈ સંગઠનો હતા નહિ પરંતુ તે સમયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા આવા બનાવોની તપાસ થતી હતી.

પરંતુ ખેડુત સંગઠનોના ભયને કારણે પોલીસ વડાએ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટને બદલે સીધો જ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટને આ ઈન્કવાયરી માટે રીપોર્ટ કરી દીધો અને મેજીસ્ટ્રેરીયલ ઈન્કવાયરી કરવા જણાવી દીધું. પરંતુ કલેકટરે તમામ કાગળો અને સંજોગો જોઈને પોલીસ વડાને પત્ર દ્વારા જાણ કરી કે મૃત્યુ પામનાર આરોપી નહિ પરંતુ પોલીસને મદદગાર સાક્ષી હતો તેથી આ બનાવની તપાસ તમારા ખાતાના સક્ષમ અને તટસ્થ અધિકારીથી કરાવો આમાં મેજીસ્ટેરીયલ ઈન્કવાયરીની જરૂર નથી.

છેલ્લા ત્રણેક દિવસથી જયદેવ એકલો જ લોનકોટડા દેવળીયા વાસાવડ વિસ્તારમાં આ ગુન્હાની તપાસ માટે ધુમતો હતો. પરંતુ આરોપીઓ અંગે બીજી કોઈ હકિકત મળતી નહતી ગુન્હા અંગે માત્ર એક સુરાગ મળેલો પરતું તે સુરાગની જ જયોત ઓલવાઈ જતા તપાસ ઠપ્પ થઈ ને પડી હતી.

બે દિવસ તમામ અધિકારીઓએ નિરિક્ષણ કર્યું કે ખેડુતની આત્મહત્યા અંગે રાજકીય કોમી કે ખેડુત સંગઠનો પોલીસ  વુંરુધ્ધ કેવાક આક્રમક બને છે. તમામના આશ્ચર્ય વચ્ચે પોલીસનો કોઈ જ વિરોધ નહિ થતા ધીમે ધીમે સીપીઆઈ, ડીવાયએસપી એ જયદેવનો સંપર્ક કર્યો અને બાબરા આવી જયદેવને કહ્યું આ ખૂન-ધાડના ગુન્હાની તપાસ તો ધીરી ધારે ચાલુ રાખો પરંતુ આ ખેડુતના મોતની તપાસ પોલીસ વડાએ ખાસ મને કરવા જણાવ્યું છે જે તમારા વિરુધ્ધની આમતો ઈન્કવાયરી જ કહેવાય. મારે મરનારના કુટુંબીજનો ગામના આગેવાનોના નિવેદનો લેવા છે. પરંતુ લોનકોટડા ગામે નહિ બીજા નજીકના ગામે કયાંક તમે વ્યવસ્થા કરો સાહેદોને લાવવા મૂકવા મારી જીપ જશે.

જયદેવને થયું કે સાલુ પોલીસ ખાતાનીકરી પણ ખરી છે. પોતાના વીરૂધ્ધની વ્યવસ્થા પણ પોતે જ કરવાની. એ તો શરુ હતુ કે લોનકોટડા ગ્રામજનો હજુ સત્યના સતયુગી નિયમોથી જીવતા હતા. હજુ આ લોકોને કળીયુગના કપટી સ્વાર્થી નિયમો (રાજકીય પ્રેરીત)ની અસર લાગી નહતી. બાકી જો આ લોકો ખોટુ તો ખોટુ પણ લખાવે તો જયદેવની હાલત આ ખૂન ધાડના ગુનેગાર મોરભાઈ કરતા પણ વધારે ખરાબ થવાની હતી.

કેમકે ખોટુ લખાવે તો પણ પોલીસ ખાતાની ‘મથરાવટી મેલી’ તેથી પોલીસ નિદોર્ષ છે તેવું કોઈ માને જ નહિ. જયદેવની ખરાબ હાલત મોરભાઈથી વધારે એટલા માટે કે ભલે ખેડુતે આત્મહત્યા કરી લીધી પણ ન કરી હોત તો પણ તે કોર્ટમાં તો મોરભાઈ વિ‚ધ્ધ બોલવાનો ન હતો. જયાર પોલીસ વિ‚ધ્ધ જો લખાવ્યું હોય તો જેતે સંગઠનો છેક કોર્ટના કઢેરા સુધી સાક્ષીને પોલીસ વીરુધ્ધ બોલવા તૈયાર કરે તેવું વાસ્તવમાં બને જ છે. તેવું અનુભવે જણાયેલ છે.

જયદેવ રાજકોટ જિલ્લાના જસદણ થાણાના સાણથલી ગામના એક મોટા ગજાના પરજીયા સોની જ્ઞાતિના અગ્રણી અને વેપારી જેઓ જયદેવના જૂના પરિચિત હતા. તેમને ડીવાયએસપીને માટે એક દિવસ માટે તપાસના કામે નિવેદનો લખવા ઓફીસની વ્યવસ્થા કરવા જણાવ્યુ આથી તેમણે પોતાની બેઠક ‚મમાંજ આખા દિવસની તમામ સગવડતા ચા-પાણીથી લઈ જમવા સુધીની કરી દીધી અને ઈન્કવાયરી પુરી થઈ.

આમ ‚પીયા કરતા જનતામા સારા સંબંધો અને ચાહના આવા કટોકટીના સમયે પોલીસને તમામ પ્રકારે મદદરૂપ અને સહાય‚પ થતા હોય છે.

જીલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓને નવાઈ લાગી કે આવો ગંભીર મામલો આટલી સરળતાથી પૂરો થઈ ગયો? કોઈ આંદોલન નહિ કોઈ રેલા રેલી નહિ. કોઈ આવેદન પત્ર નહિ કે નિવેદન કે રજૂઆત પણ નહી અમુક અધિકારીઓએ પાછળથી ફોનથી કે ‚બ‚માં જયદેવને આ બાબતનું રહસ્ય પૂછતા જયદેવ જણાવતો કે ‘યે પબ્લીક હે’ સબ કુછ જાનતી હે…. યે પબ્લીક હૈ. ઈશ્વરકૃપાતો છે જ પરંતુ પોલીસની ‘બહુજન સુખાય, બહુજન હિતાય’ની કાર્યવાહી કરતા ‘સત્ય મેવ જયતે’ થાય.

ઈન્કવાયરી પુરી થયા પછી ડીવાયએસપીએ જયદેવને કહ્યું કે આતો પુ‚ થયું મને તમારી કાર્યદક્ષતા અંગે ખૂબજ માન છે. પરંતુ ખાનગી રાખો તો એક વાત કહું જયદેવે કહ્યું આપને તો મારો અનુભવ છે. છતા કહું છું કે તે ખાનગી જ રહેશે તેમણે કહ્યું પોલીસ વડા તમારાથી કાંઈક નારાજ લાગે છે.

આ કસ્ટડીયલ ડેથની ઈન્કવાયરી માટે સીધ્ધો કલેકટરને પત્ર લખ્યો તેતો ઠીક પરંતુ જયારે કલેકટરે પત્ર પરત એટલા માટે કરેલો કે આ મરણજનાર આરોપી ન હતો તેથી તમો તમારી રીતે ખાતાકીય તપાસ કરવાનું કહ્યું ત્યારે મને તપાસ સોપીને ખાસ કહ્યું હતુ કે જો જો ફોજદારની જરાય દયા રાખતા નહિ તેની કાર્ય પધ્ધતિ બરાબર નથી કદાચ મૃત્યુ માટે જવાબદાર ન ઠરે તો પણ કાંઈક વહીવટી કે તપાસની ખામી કાઢીને પણ ફોજદારને જવાબદાર ઠેરવતો રીપોર્ટ કરજો જેથી ઓછામાં ઓછી હું તેની બદલી તો કરી શકુ.

ડીવાયએસપીએ વધુમાં કહ્યું કે હું નથી ઈચ્છતો કે તમારા જેવા સક્ષમ અધિકારીને ખૂણે ખાંચરે સજામાં ફેંકી દે. તેથી હું તો સાવ સ્પષ્ટ જ રીપોર્ટ કરવાનો છું કે ફોજદારની કોઈ જ જવાબદારી નથી અને એ હકિકત પણ છે કે આખી કાર્યવાહીમાં તમારી જરા સરખી પણ ભૂલ નથી જયદેવે કહ્યું સાહેબ આ ખાતામાં તો ‘રાજા ને ગમી તે રાણી અને છાણા વિણતી આણી’ તેવો ન્યાય છે.

તમારો ખુબ આભાર પણ આ તપાસમાં એક મોટી ખામી એ છેકે પોલીસ મેન્યુઅલ મુજબ વણ શોધાયેલ ખૂન ધાડના ગુન્હાની તપાસ સીપીઆઈએ જ કરવાની હોવા છતા આ તપાસની તમામ ‘બંદૂકો ફોજદારના ખંભે જ રાખીને ફોડવામાં આવે છે’ ડીવાયએસપીએ કહ્યું એ વાત સાચી છે. પરંતુ ‘સમર્થ કો નહિ દોષ ગોસાઈ’ મુજબ નિતિ નિયમો સમર્થને લાગુ પડતા નથી.

જયદેવને મનમાં તો આ બાબતનો તાળો મળી ગયો કે પોલીસ વડાની નારાજગીનું કારણ પેલો જસદણ-ગરનાળાનો દહેજ કરીયાવરનો કેસ હતો જુઓ પ્રકરણ ૧૦૫-૧૦૬ ‘સંબંધો ૧-૨’ પોલીસ વડા ઉપર ભાવનગરનાં મીનીસ્ટરની ચીઠ્ઠી હોવા છતા અને ખુદ પોલીસ વડાની પણ ઈચ્છા તે કેસનું ફાયનલ ભરવાની હોવા છતા જયદેવે સુપ્રીમ કોર્ટના ‚લીંગ મુજબ કરીયાવરને સ્ત્રિધન ગણીને મીત્ર પુત્રીને જ ન્યાય અપાવી કરીયાવર કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ કરેલ પરંતુ બાબત દિવાની ગણીને વર્ગ સી ફાયનલ રીપોર્ટ ભરેલ નહિ તેના જ આ પ્રત્યાઘાત હતા આમ છતા જયદેવ ને તેણે કરેલ કાર્યવાહીનો કોઈ જ અફસોસ નહતો. અને હવે પરિણામ પણ જે આવે તે ભોગવવા તૈંયાર જ હતો જો કે કુદરત બચાવે બાકી તો બીજો કોઈ ઉપાય પણ ન હતો.

જયદેવને થયું કે એક મીનીસ્ટર સામાન્ય ક્રમમાં ચીલાચાલુ ભલામણ ચીઠ્ઠી લખી દીધી હશે કેમકે તેમને આખો ગરનાળાનો બનાવ અને પરિસ્થિતિ ખરેખર શું હશે તેનો પણ ખ્યાલ નહિ હોય વળી તેમની પાસે આવેલ પક્ષ કાયદેસર છે કે ગેરકાયદેસર છે તેની સાચી માહિતી પણ કદાચ નહિ હોય પરંતુ પોલીસ વડાએ તે ચીઠ્ઠીને કેટલી ગંભીરતાથી લીધી કે તેઓ ખાતાના તેમના જ તાબાના સક્ષમ અધિકારીની જીંદગીવગર કારણે બગડે પરંતુ સાથે સાથે તેનું કુટુંબ પણ બરબાદ થાય અને પોલીસ ખાતાનું મોરલ પણ નીચુ પડે તેવી અસોચનીય કાર્યવાહી કરવા તૈયાર થયા હતા જાહેરમાં પોલીસ ખાતાના કર્મચારીઓના વેલ્ફેરની વાતો અને અંદર ખાને ‘કાગડો જ કાગડાની માટી ખાય’ તેવું આ કૃત્ય હતુ.

જયદેવે ડીવાયએસપીને જસદણ ગરનાળાવાળા ઉપરોકત કિસ્સાની પૂરીવાત કરી અને જણાવ્યું કે કાયદેસરતા અને મિત્રતાના સંબંધો એક બાજુ હતા અને બીજી બાજુ હું રાજકારણ અને ગેરકાયદેસરતાને બરાબર સમજતો હતો પરંતુ પોલીસ અધિકારી આ બાબત વિશે આટલો ગંભીર બદલો લેશે તેનો મને ખ્યાલ ન હતો.

વાત સાંભળીને જમાનાના ખાધેલા બુધ્ધીજીવી અને પેન માસ્ટર ડીવાયએસપી થોડીવાર કાંઈ બોલ્યા નહિ અને આંખો બંધ કરી ચૂપચાપ બેસી રહ્યા પછી નિ:સ્વાસ નાખીને બોલ્યા કે આ ખાતામાં તો ‘જો જીતા વોહી સિકંદર’ જેવું છે. જયદેવે કહ્યું તમે તમારી ફરજ બજાવજો મને બદલીથી કોઈ ફેર પડતો નથી આથી તેમણે કહ્યું એમ એવું ખોટુ થોડુ કરાય ? અને બદલી પણ ખોટી રીતે કરાય નહિ. તમે હવે તેની ચિંતા કરતા નહિ મા‚ વિજીટેશન છે તેથી હવે આ ધાડ ખૂનના ગુન્હાની તપાસ તમારી રીતે જ કરો.

જયદેવ હવે તપાસ પણ શું કરે મોર(ભાઈ)તો ઉડીને ગીરમાં કે બાબરીયાવાડમાં અદ્રશ્ય થઈ ગયો હતો. મોરભાઈની વાત ચર્ચાતી ચર્ચાતી તમામ જગ્યાએ ફેલાઈ ચૂકી હતી છતા જયદેવે જસાપરમાં મોરભાઈની તપાસ કરી જુના પીપળીયામાં તપાસ કરી પરંતુ બાતમી એવી મળી કે આ ગંભીર ગુન્હાનો તમામ મામલો થાળે પડી જાય અને હાલના ફરજ ઉપરના તમામ પોલીસ અધિકારીઓ બદલાઈ જાય ત્યાં સુધી પોલીસમાં હાજર થવાના ન હતા. અને આ વિસ્તારમાં દેખાવાના પણ નહતા.

જયદેવને બાતમીદારોથી એવી પણ હકિકત મળી કે મોરભાઈએ બાબરાના નોંધણવદરના મુળ રહીશ પણ હાલ જીપ્સીની માફક રખડતા ભટકતા આવા ગુના કરવાના ધંધાદારી વાઘરીઓનો ઉપયોગ કરી આ ઓપરેશન પાર પાડયું હતુ. પરંતુ આ ગુનેગારો જીપ્સી લોકોની માફક એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડતા ભટકતા એક રાજયમાંથી બીજા રાજયમાં પણ ચાલ્યા જતા હતા.

હાલમાં આ ટોળકી રાજસ્થાનના જયપૂર અને ભરતપૂર શહેરોની ઝુપડપટ્ટીઓમાં રહી ફુગ્ગા વેચવાનો ધંધો કરતા હોવાની બાતમી પણ મળેલી. પ્રથમ મોરભાઈ રેકી કરી કયા ગામેથી કોની પાસેથી સારો એવો માલ મળે તેમ છે.તે નકકી થાય એટલે જયપૂર ભરતપૂરથી આ ટોળકીને બોલાવી લેતા અને આ ટોળકી રાત્રીનાં કામ પતાવીને સવારે જ રાજસ્થાન જવા રવાના થઈ જતી.

આ ટોળકીના અમુકના નામ પણ મળી ગયા અને નવાઈની વાત એ હતી કે આ સભ્યો પૈકી અમુકને તો જયદેવે દસ વર્ષ પહેલા જસદણ હતો ત્યારે જુના પીપળીયા-જીવાપરની સીમ ચોરીના ગુન્હામાં પકડેલા પણ ખરા તેથી તેના ફોટા સહિતની માહિતી જસદણ પોસ્ટેમાંથી ઉપલબ્ધ થઈ. જયદેવે આ સમગ્ર બાબતની નોંધ આ ખૂન ધાડના ગુન્હાની કેસ ડાયરીમાં કરી અને સ્પષ્ટ પણે લખ્યું કે ગુન્હો આ ગુન્હેગારો એજ કરેલ છે.

જયદેવ આ આરોપીઓની તપાસમાં સરકારી વાહન લઈને રાજસ્થાન જવાની પોલીસ વડા પાસે લેખીત મંજૂરી માગી. પરંતુ મંજૂરીમાં વિલંબ થયો અને દેશમાં બહુચર્ચિત કાયદો અને વ્યવસ્થાને લગતો બાબરીધ્વંશનો બનાવ બન્યો. અયોધ્યાના આ બનાવને કારણે બાબરા પોલીસ પણ બંદોબસ્તમા લાગી ગઈ અને મંજૂરી ના અભાવે આ તપાસ જ અધ્ધર તાલ થઈ ગઈ.

બાબરા પોલીસ જયપૂર-ભરતપૂર તપાસમાં ગઈ નહિ તેથી આ ડાકુ ટોળકીને એમ થયું કે આપણા નામની કે સરનામાની કોઈને ખબર પડી નથી લાગતી અને મોરભાઈ પણ પોલીસમાં પકડાયા નથી તેથી તેઓ ફરીથી ભયમૂકત થઈ ને પોતાના જૂના અને જાણીતા જસદણ વિસ્તારમાં ઓચિંતા આવી લૂંટ ધાડ બળાત્કાર કરી નાસી જવા લાગ્યા.

તે સમયે જસદણ પોલીસ સ્ટેશનમાંત્રીજી કે ચોથી વખત બદલી થઈ ને પેલા બાહોશ ફોજદાર સુ‚ભા આવી ગયા હતા અને તેમના સમયમાં જ આ ધાડપાડુ ટોળકીએ રાજસ્થાનથી આવીને જસદણના જનસાળી ગામમાંજ ધાડ પાડી મોઢુ કાળુ કર્યું પણ ભોગ બનનાર કુટુંબની પુત્રવધુનું પિયર પણ નોંધણવદર હોવા છતા તેની સાથે કુકર્મ કર્યા પછી રહેમરાહે તેના દાગીના તેણી એક ને જ પાછા આપેલા પણ બીજાના લૂંટી ગયેલા તેણી તે વખતે કાંઈ બોલી નહિ અને પછી પોલીસ સમક્ષ આબ‚ જવાની બીકે તેના કુટુંબે પણ આ બળાત્કારની બાબત છુપાવી અને ફકત લૂંટ ધાડની જ ફરિયાદ આપી. તે પછી પણ જસદણના આટકોટ આઉટ પોસ્ટ વિસ્તારમાં બે ગામડાઓમાં લૂંટ ધાડના આવા જ બનાવો નોંધાયા.

જસદણ ફોજદાર સૂ‚ભા ત્યારે બીજી એક મુશ્કેલીમાં પણ હતા નિષ્ઠાવાન અને કડક અધિકારી ખરા પરંતુ સમયને અનુરૂપ સહેજેય વહેવારીક કે બાંધછોડ કરવાની નીતિ નહિ ત્યારે જસદણના ભડલી આઉટ પોસ્ટના કોઈક ગામડામાં દેશી તમંચાની તપાસમાં તે ગામની પંચાયત કચેરીમાં જ એક વૃધ્ધને ભયથી હાર્ટએટેક આવી જતા મૃત્યુ પામેલા હતો.

પરંતુ સ્થાનિક ધારાસભ્યએ આંદોલન કરી પોલીસ અને ફોજદાર ઉપર ખૂનનો ગુન્હો જ દાખલ કરવા દબાણ કરેલું પરંતુ સુ‚ભાની છાપ સારી અને સુપરવાઈઝીંગ અધિકારીઓ પણ સજજન હોઈ વૃધ્ધ્ની લાશનેજ જામનગર મેડીકલ કોલેજમાં મોકલી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવેલું અને આખરે ખૂનનો ગુન્હો દાખલ થયેલો નહિ પરંતુ સુ‚ભાનો ઉત્સાહ ઓસરી ગયો હતો.

જોગાનું જોગ એક દિવસ આટકોટ હાઈવે ઉપર બાબરા અને જસદણના ફોજદારો જયદેવ અને સુ‚ભા જીપો લઈને સામસામે ભેગા થઈ ગયા. બંને ઘણા લાંબા સમય પછી મળ્યા હોય રાજી થઈને આનંદથી મળ્યા બંનેએ વાતચીત ચાલુ કરી. જયદેવે પેલા દેશી તમંચા પ્રકરણની તપાસમાં થયેલ કુદરતી મોત અંગે થયેલ રાજકીય આંદોલન બાબતે દુ:ખ વ્યકત કર્યું કે હવે પોલીસ ખાતામાં નોકરી કરવા જેવું નહિ નોકરી સાચવવા જેવું વાતાવરણ થઈ ગયું છે.

ફકત પૂછપરછ માટે બોલાવો અને કાંઈક થાય એટલે પોલીસ જ જાણે ગુનેગાર ગણાય. આમા કામ કેવી રીતે કરવું સુ‚ભા એ કહ્યું ખરી વાત છે. જુઓને ઉચ્ચ અધિકારીઓનો સાથ હતો તેથી હું બચી ગયો નહિ તો કાં જેલમાં અને કાં ફરજ મોકુફ થઈ ઘેર હોત.

સુ‚ભા એ જયદેવને કહ્યું કે ‘તમે પણ લોન કોટડાના બનાવમાં બાલબાલ બચી ગયા નહિ?’ જયદેવે કહ્યું મારે તો અધિકારી વિ‚ધ્ધમાં હતા પણ ઈશ્વર કૃપા અને જનતાનો ન્યાય હતો તેથી બચ્યો પણ અધિકારીતો ઈચ્છતા હતા. કે આ ફોજદાર જાય તો સા‚ પણ ઈશ્વરઈચ્છાએ જનતા કે ખેડુત સંગઠનોએ પોલીસ વીરુધ્ધ કાંઈ રજૂઆત કરી જ નહિ કેમકે તેમને સત્ય સમજાઈ ગયુ હશે.

જયદેવે સુ‚ભાને કહ્યું કે તમને દસ વર્ષ પહેલાની આપણી વચ્ચેની વાત યાદ છે? તમેજ મને કહ્યું હતુ કે તમે વહેવારીક અને બાંધછોડની નીતિવાળા છો એટલે જ હેરાન થાવ છો. નહિ તો તમા‚નામ ઈતિહાસમાં અમર થઈ જાય. ત્યારે મેં કહ્યું હતુ કે મારે નામ અમર નથી કરવું સાંગોપાંગ આ યુધ્ધ જેવી નોકરીમાંથી નિવૃત થવું છે. મારે મન તો સજજન લોકો ખુશી અને સુખી શાંતીથી રહે તેજ મહત્વનું છે’ આથી સુ‚ભાએ કહ્યું તમે સાચા છોતમારો મધ્યમ માર્ગ પણ સાચો છે એકદમ આકરાથઈ જઈ એ અને કાંઈ બાંધછોડ ન કરીએ તો આપણાને જ મુશ્કેલી થાય છે. જુઓ પ્રકરણ ૫૮ ‘ખાતાકીય તપાસ’

જયદેવે કહ્યું કે આ નોકરી અર્જુનના મત્સ્યવેધ કરતા પણ અધરી છે. અહી પોલીસ ખાતામાં સૌ પ્રથમ કાયદો ધ્યાનમાં રાખવાનો પછી તમામ રાજકીય પક્ષો સંગઠનો, સફેદ વસ્ત્રોમાં છુપાયેલ ગુનેગારો, તે પછી ઉપરી અધિકારીઓની ઈચ્છા કે અનિચ્છા, તાબાના કર્મચારીઓની પણ ઈચ્છા અનિચ્છા જોવી પડે કેમકે તે નારાજ થાયતો ખાનગીમાં વિરોધીઓને સહકાર પણ આપે તેમજ તે સિવાય અન્ય સરકારી ખાતાનું પણ બેલલેન્સ રાખવું પડે અને વારંવાર બદલીઓ આ તમામ સંજોગોને એક સાથે લક્ષમાં લઈ સમતોલન રાખો તોપણ કયાંક કચાશ રહી જ જાય અને આપણે મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે.

સુ‚ભાએ નીસાસો નાખી ને કહ્યું ખરી વાત છે. આ લોનકોટડા ધાડખૂન કેસમાં તો તમે કાંઈક આરોપીઓનો સુરાગ પણ મેળવ્યો હતોતેવી વાત જાણવા મળી છે. આથી જયદેવે આખા લોનકોટડા કેસની વાત કરી તેથી સુ‚ભા એ કહ્યું તો તો અમારા જસદણ થાણાના ત્રણ ઘાડના ગુન્હા બન્યા તેમાં પણ આજ ટોળકી હોવી જોઈ. આથી જયદેવે સુ‚ભા ને કેસની આરોપીઓ સહિતની વિગતવાર માહિતી આપી અને સુ‚ભાએ તે તરફ તપાસનો દોર ચાલુ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.