કોરોના મહામારી વચ્ચે સંક્રમણનાં ખતરાથી ડિજિટલ ટ્રાન્જેકશનોમાં વધારો: ફોડના બનાવો પર રોક લગાવવા આરબીઆઈની રણનીતિ

આજના આધુનિક યુગમાં ડીજીટલ ઉપકરણોનો ઉપયોગ ખૂબ વધ્યો છે. પરંતુ આ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ વધ્યા છે. આ ગુનાઓનો ક્રમ ઘટે અને ‘ડીજીટલી સેવાઓને’ વધુ પ્રોત્સાહિત કરી સુરક્ષાનું કવચ પૂરૂ પાડી શકાય તો માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેમેન્ટ સીકયુરીટી કંટ્રોલના નિયમો ઘડી કાઢ્યા છે.

અત્યારના સમયે ડીજીટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. મોબાઈલ થકી જ બેકીંગ સહિતની મોટાભાગની સુવિધાઓઘેરા બેઠા જ મળી રહી છે. ઈ બેંકીંગની સેવા વિસ્તરણ પામી છે. રોકડ વ્યવહારનું સ્થાન ડીજીટલ પેમેન્ટ સીસ્ટમે જ લઈ લીધું છે. પણ વધતાં જતા આ વ્યાપ વચ્ચે સુરક્ષાના પણ ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે. જેના નિરાકરણ સ્વરૂપે રીઝર્વ બેંકે નિયમો નિયંત્રણો ઘડયા છે. જેનાથી વધતા જતા ફોડને નિયંત્રીત કરી શકાશે.

આરબીઆઈ દ્વારા બહાર પડાયેલા ડીજીટલ પેમેન્ટ સિકયુરીટી કંટ્રોલ ડાયરેકશન ૨૦૨૦માં જણાવાયું છે કે, સરકાર દ્વારા આ માટે અલગ માળખું ઘડાશે જેમાં ડીજીટલ સીસ્ટમને વધુ મજબુત બનાવવા ધારા ધોરણો નકકી થશે. ઈન્ટરનેટ, મોબાઈલ બેંકીંગ, કાર્ડ પેમેન્ટ સહિતના માધ્યમો માટે નિયંત્રીત પ્લાન ઘડાશે.

ડીજીટલ સેવાઓને વધુ પ્રોત્સાહિત કરવા ગ્રાહકોને આકર્ષવા જરૂરી છે. અને આ માટે સુરક્ષા અને સલામતી પર ગ્રાહકોનો વિશ્ર્વાસ જીતવો આવશ્યક પરીબળ છે. જેને લઈ આ ડીજીટલ પેમેન્ટ સીકયુરીટી કંટ્રોલ હેઠળ કામગીરી કરાશે. અને આ માટે જરૂર પડયે બેંકો ઉપર નિયંત્રણો પણ લદાશે. આજ કારણસર તાજેતરમાં એચડીએફસી બેંક પર ગાળ્યો કસાયો છે. અને તેના ડીજીટલ વ્યવહારો પર કામ ચલાઉ ધોરણે રોક લગાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.