- પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા સાયકલ રેલીમાં ડો.મનસુખ માંડવિયાએ ભાગ લીધો
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી.
મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે, માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.
પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયએ જણાવ્યું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું.
તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે, અને અત્યારે સમય આપણા હાથમાં નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂ કર્યું છે, આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ. આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યાં