ભડાકે દેવાની યોજના પણ નિષ્ફ્ળ
ઝાલાવાડમાં રોઝના ટોળા ખેડૂતોના ઊભા મોલને રગદોળી નાંખી મસમોટું નુકશાન પહોંચાડે છે. બીજી બાજુ નીલગાયને ભડાકે દેવાની યોજનામાં છેલ્લે રણકાંઠાના સાત ગામોના સરપંચોને પરવાનો અપાયો છે. પરંતુ ખેડૂતો નીલગાયને ગાયકૂળનું પ્રાણી માની ભડાકે દેતા ખચકાય છે પણ નરી વાસ્તવિકતા છે.
રાજ્યમાં છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર નીલગાયની સંખ્યા સાત આંકડા પાર એટલે કે એક લાખને પણ આંબી ગઇ છે. એમાય ખેડૂતોએ રાત-દિવસની આગ મહેનત બાદ તૈયાર કરેલા ઊભા મોલને રોઝના ટોળા પળવારમાં ખેદાન મેદાન કરી ખેડૂતોને મસમોટુ નુકશાન પહોંચાડે છે. નીલગાયને પાકી બચાવવા બંદૂકી ભડાકે દેવાની યોજના પણ અમલમાં છે. જે માટે અગાઉ રણકાંઠાના ઉપરીયાળા, આલમપુરા, જરવલા, બુબવાણા, ગોરીયાવાડ અને વઘાડા સહિતના સાત ગામોંના સરપંચોને નીલગાયને ભડાકે દેવાની મંજૂરી અપાઇ છે. પરંતુ નીલગાયને ગાય કૂળનું પ્રાણી માની આજ દિન સુધી એક પણ નીલગાયને ભડાકે દેવાઇ ની પણ નરી વાસ્તવિકતા છે. જ્યારે ખેડૂતો માટેની કાંટાળી તારની યોજના કાગળ પર છે. સરકાર પરિપત્ર મુંજબ બધા ખેડૂતો ભેગા ઇને અરજી કરે તો કાંટાળી વાડ યોજનાનો લાભ મળે છે. જેના કારણે ખેડૂતો માટે કાંટાળી વાડની યોજના કઠીન બની ગઇ છે. જયારે આ અંગે ઓડુંના સરપંચ ભગાભાઇએ જણાવ્યું કે રાત્રીના સમયે હાઇ વે પર રોઝઆડા ઉતરતા અત્યાર સુધીમાં અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો બન્યા છે. બીજી બાજુ નીલગાયના ટોળા ખેતરોમાં ઉભા મોલને રગદોળીને મોટુ નુકશાન પહોંચાડે છે. ત્યારે નીલગાયની વધતી જતી વસ્તીના નિયંત્રણ માટે તંત્રએ યોગ્ય પગલા લેવા જોઇએ….જયારે અંગે ખારાઘોડાના સરપંચ વિરસીંગભાઇ દેગામાએ જણાવ્યું કે ખેડૂતો નીલગાયી પોતાના પાકને બચાવવા ખેતર ફરતે સાડીઓની વાડ કે ઝાટકા મશીન લગાવીને બચાવ કરે છે. પરંતુ ભડાકે દેવાની યોજનામાં નીલગાયને ગાય કૂળનું પ્રાણી સમજી ખેડૂતો એને ભડાકે તા ખચકાય છે. આ અંગે અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.વી.સાણજાએ જણાવ્યું કે નીલગાયના ટોળાી બચવા ખેડૂતો માટે કાંટાળી વાડની યોજના પણ અમલમાં છે. પરંતુ અમુક હેકટર જમીનોના નિયમોના લીધે રણકાંઠાના ખેડૂતો યોજનાનો જોઇએ અેટલો લાભ લેતા ની.