માનવી તેના પૂરા દિવસમાં ૭૦,૦૦૦ વિચારો વિચારે છે. અને આ વિચારો હકારાત્મક અને નકારાત્મક બને હોય શકે છે. વિચારોને નિયંત્રણમાં રાખવાની વસ્તુ ખૂબ અઘરી હોય છે અને તેના કારણે નકારાત્મક વિચારોને દૂર રાખવા ખૂબ મહેનત કરવી પડે છે.
ઈઝરાયેલની બેનગુરિયન યુનિવર્સિટીના રિસર્ચરો કહે છે કે મગજને નેગેટિવ વિચારોથી દૂર રાખવા તેને ટ્રેઈન કરી શકાય છે. સૌથીપહેલાં મગજને લાગણી સાથે ન સંકળાયેલા હોય તેવા વિચારોને કંટ્રોલમાં કરતાં શીખવવું જોઈએ. આમ કરવાથી નકામી માહિતીને જુદા તારવીને અવગણવાનું શીખી શકે છે.
એક વખત ઈમોશન સાથે ન સંકલાળેલી માહિતીને ઈગ્નોર કરતા આવે તો લાગણીઓને કંટ્રોલ કરવાની ક્ષમતા ઓટોમેટિક આવી જાય છે.