કોરોનાનો ‘ઇન્ડિયન મ્યુટન્ટ’ લખવાનું બંધ કરો
કોરોના સમયાંતરે તેનો કલર બદલી રહ્યો છે… ભારતમાં દક્ષિણમાં જોવા મળેલા નવા મ્યુટન્ટને લઈ સરકારે એક્શનમાં આવી સોશ્યલ મીડિયા કંપનીઓને આદેશ કર્યો છે કે જે પોસ્ટ, ક્નટેન્ટમાં ઈન્ડિયન વેરીએન્ટનો ઉલ્લેખ છે તે હટાવી દેવામાં આવે.
માહિતી પ્રસારણ અને ટેક્નોલજી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે એવી કોઈ પણ સમાચાર કે અન્ય ક્ધટેન્ટ હોય જો તેમાં કોરોના વાયરસના ભારતીય પ્રકારનો ઉલ્લેખ હોય તો તેને ડીલીટ કરી દેવામાં આવે.
આ પાછળનો હવાલો આપતા સરકારે કહ્યું છે કે નવો શોધાયેલો મ્યુટન્ટ ભારતનો જ છે એવું હજુ સાબિત થયું નથી આને ઇ.1.617 નામ અપાયું છે તો શા માટે ઈન્ડિયન વેરીએન્ટ લખવામાં આવી રહ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 11 મેના રોજ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભારતમાં પ્રથમ વખત ઓળખાતા કોરોનાવાયરસ વેરિયન્ટને ઇ.1.617તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતીય વેરીએન્ટનો ઉલખેખ નથી કર્યો તો બીજા કોઈ પણ ન કરે.