બાકી વેરો વસૂલવા વધુ 25 મિલકતોને કરાય સીલ, 15 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ
કોર્પોરેશનની વેરા વસુલાત શાખાને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 410 કરોડનો તોતિંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આજ સુધીમાં 338 કરોડની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પૂરું થવાના હવે માત્ર 20 દિવસનો સમય બાકી રહ્યો છે. રવિવાર અને ધુળેટીની રજાના દિવએ ટેક્સ રિકવરીની કામગીરી ન કરવામાં આવે તેવું માનીને ગણતરી કરાય તો હવે ટાર્ગેટ સુધી પહોંચવા રોજ ઓછામાં ઓછી ત્રણ કરોડની વસુલાત કરવી જરૂરી બની ગઈ છે.
આજે કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિકવરીંગ કામગીરી અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 25 મિલકતોને સિલ કરી દેવામાં આવી હતી. જ્યારે 15 મિલકતો અને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. આજે વોર્ડ નં.5માં આર્યનગર અને ભાવનગર રોડ, વોર્ડ નં.6માં સંત કબીર રોડ અને ચુનારાવાડ રોડ વોર્ડ નં. 7માં ઢેબર રોડ, ન્યુ વર્તમાનનગર, કનક રોડ, સોની બજાર, લીમડા ચોક, વોર્ડ નં. 12માં વાવડી,80 ફુટ રોડ, વોર્ડ નં. 13માં ઉમાકાંત પંડિત રોડ, અમરનગર અને ગુલાબવાડી, વોર્ડ નં. 15 આજી વિસ્તાર અને રામનગર, વોર્ડ નં. 16 પટેલનગર વોર્ડ નં. 18 માં કોઠારીયા રોડ ગોંડલ રોડ ઢેબર રોડ અને ધર્મનગર મેઇન રોડ વિસ્તારમાં ટેક્સ રિકવરીંની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 25 મિલકતો તાળા લગાવી દેવામાં આવ્યા છે.
જ્યારે 15 મિલકતોને સીલ કરવામાં આવી છે.ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા માટે હવે રાત દિવસ ઉજાગરા કરવા પડશે.