સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાને પ્રોત્સાહન આપવા સરકારની હાઇબ્રીડ પાવન પોલીસી
રાજયમાં પરંપરાગત ઉર્જાસ્ત્રોતોને વેગવંતા બનાવવા રાજય સરકાર દ્વારા પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા માટે નવી હાઇબ્રીડ પાવર પોલીસી અમલી બનાવી છે. જેમાં થર્ડ પાર્ટી વિજળી વેચાણમાં પ૦ ટકા કર સહીત આપવાનું જાહેર કર્યુ છે.
રાજયમાં ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ અને રાજય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવી હાઇબ્રીડ પાવર પોલીસી અંગે જણાવ્યું હતું કે રાજયમાં સૌર્ય ઉર્જા અને પવન ઉર્જા માટે એક જ જમીનનો વપરાશ કરવાની છુટ આપવામાં નકકી કરાયું છે. ઉ૫રાંત નવી નીતી અંતર્ગત થર્ડ પાર્ટી વિજયળી વેચાણ માટે ઇલેકટ્રી સીટી ડયુટીમાં પ૦ ટકા રાહત આપવામાં આવશે.
વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે રાજય સરકાર કુદરતી સંસાધનોમાંથી મળતી પરંપરાગત ઉર્જાને વેગવાન બનાવવા નવી પાવર પોલીસી અમલી બનાવી છે. જેમાં ઉર્જા પ્લાન્ટ માટે સબસીડીમાં વધારો, વ્હીલીંગ ચાર્જ અને વિજ વિતરણમાં નુકશાનીમાં પણ પ૦ ટકા રાહત આપવા નકકી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજયમાં પપ૦૦ મેગાવોટ વિજળી પવન ઉર્જાથી અને ૧૬૦૦ મેગાવોટ વિજળીનું સૌર્ય ઉર્જાથી ઉત્પાદન થઇ રહ્યું છે. ત્યારે નવી પાવર પોલીસીને કારણે રાજયમાં પરં૫રાગત ઉર્જા સ્ત્રોત સ્થાપવા અને નિભાવામામાં વધુને વધુ સાહસીકો આવશે તેવું સરકારનાં સુત્રોને ઉમેર્યુ છે.