- આપણો સંતુલિત આહાર જ આપણી રોગ પતિકારક શક્તિમાં વધારો કરે છે: જે લોકો ગરીબીમાં જીવે છે અને કુપોષણથી પીડાય છે તેઓ ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે: બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેના ખોરાક બાબતે કાળજીપૂર્વક ચીવટ રાખવાની જરૂર છે
- તેની ક્ષમતાને અસર કરતા પરિબળોમાં ઊંઘનો અભાવ, તણાવ અને કસરતનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે: બેક્ટેરિયા અને વાઇરસ તો આવતા જ રહેશે, હવે આપણે તેની સાથે જીવતા શીખી લેવું પડશે
બ્રહ્માંડમાં સજીવ ગ્રહ તરીકે કરોડો જીવોના આશ્રય સ્થાન જીવલોક પૃથ્વી પર તમામ પ્રાણીઓમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, મનુષ્યને મોટામાં મોટી કુદરતની કૃપા એવી વિચારશક્તિ આપવામાં આવી છે. ચોર્યાસી લાખ અવતારોના આ ફેરામાં એક માત્ર મનુષ્ય વૈચારીક શક્તિ અને પોતાના ગુણદોષનું આંકલન કરવાની ખુબીના કારણે તે સૌથી વધુ વિકાસ પામ્યો છે. મનુષ્ય પોતાની રીતે વિચારી શકે છે. પોતાનું જીવન આચરણમાં પોતાની ઈચ્છાનો અમલ કરી શકે છે. ખાનપાન, રહેણીકરણીમાં મનુષ્ય એક એવું પ્રાણી છે કે, સર્વોત્તમ વિકલ્પનો અમલ કરી શકે છે. બળદ પણ ખાય છે, કામ પણ કરે છે, ખોરાકમાંથી શક્તિનો સંચય કરીને તેનો ઉપયોગ પણ કરે છે, પણ તે પોતાની ઈચ્છા મુજબ જીવી શકતો નથી. બળદને કામ કરવા માટે ખાવું જરૂરી છે, માલીક તેને નિરણ નાખે છે, બળદને બાજરો નાખવામાં આવે અને તેને મકાઈ ખાવાનું મન હોય તેમ છતાં તેને બાજરાથી કામ ચલાવી લેવું પડે છે. તેની ઈચ્છા મુજબ તે જીવી શકતો નથી. પૃથ્વી પર મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે ,જે તેની ઈચ્છા મુજબ જીવન જીવી શકે છે. વિચાર કરવાની શક્તિ, સારૂ ખરાબ પારખવાની આદત, ગુણદોષનું અવલોકન મનુષ્યને મહાન બનાવી દે છે. મનુષ્યનો મગજ નિરંતર કામ કરે છે, ત્યારે તેના માટે નિંદર પણ આશિર્વાદરૂપ છે. મગજ માટે ઉંઘ રીન્યુબલ એનર્જી આપે છે, જે ઈમ્યુન પાવર એટલે કે, રોગપ્રતિકારકનું પણ સંચાર કરે છે.
આપણે સૌ બેક્ટેરિયા અને વાયરસથી ભરેલા દરિયામાં જીવી રહ્યા છે. આપણા શરીરની સિસ્ટમ માટે ઘણા વાયરસો નવા હોવાથી તેની સામે આપણું શરીર સંઘર્ષ કરે છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ રોગની સામે જરૂરી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરીને તેનાથી શરીરનું રક્ષણ કરે છે. રોગ સામેની લડાઈમાં રોગપ્રતિકારક શક્તિ આપણું શ્રેષ્ઠ હથિયાર છે, ત્યારે બાળથી મોટેરા એ તંદુરસ્ત અને સંતુલિત આહાર દ્વારા તે શક્તિ વધારવાની જરૂર હોય છે. પ્રતિકારક શક્તિ વધારવામાં ખોરાક સૌથી મહત્વપૂર્ણ બાબત છે, તેની ક્ષમતાને અસર કરતા પરિબળોમાં ઊંઘનો અભાવ, તણાવ અને કસરતનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે.
કોરોના સામેની લડાઈમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું છે જેને કારણે આપણે રોજબરોજ આવતા બેક્ટેરિયા કે નવા વાયરસ સામે આપણું જીવન ટકાવી રાખ્યું છે. આજે બધા લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ બાબતે ખૂબ જ જાગૃત થયા છે, ત્યારે મગજ માટે અને રોગપ્રતિકારક શક્તિ માટે પુરતી ઉંઘ પણ ખુબજ જરૂરી હોય તેવું એક તારણ બહાર આવ્યું છે. નાના બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા કેળા, શકરીયા, ચણા, બદામ ,અખરોટ, દહી, રાજમા, ગોળનો પાક, આમળા, જામફળ, પપૈયા, તરબૂચ, લીલા પાંદડા વાળા શાકભાજી, કિસમિસ, ગાજર, કાળા ચણા, ખાટા ફળો, લસણ અને હળદર આહારમાં આપવું જરૂરી છે. અત્યારનો આ વાયરસ બાળકોને પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી વધુ અસર કરતો જોવા મળી રહ્યો છે ત્યારે દરેક મા બાપે ઉપયોગ ખોરાક બાબતે વિશે કાળજી લેવાની જરૂર છે.
હૃદય રોગના હુમલા, શા માટે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો. કેટલાક લોકો સંક્રમણથી મોટા રોગ લાગુ પડ્યા. ઘણા લોકો સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છતાં તેમને કંઈ ન થયું. ઘણા લોકો લાંબા સમય સુધી બિમાર રહ્યાં. આ બધાની પાછળ આપણે જોઈએ તો રોગપ્રતિકારક શક્તિ મહત્વનો ભાગ ભજવે છે,ત્યારે અત્યારે આવેલા નવા વાયરસ ઇંખઙટ 1 સામે કેવી રીતે સલામત રહેવું
તેઓ પ્રશ્ન સૌ કરે છે, પણ આ વાયરસથી ડરવાની કશું જ જરૂર નથી થોડી તકેદારીથી આપણે સહેલાઈથી તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. પોષણયુક્ત સંતુલિત આહાર હાલના યુગમાં ખૂબ જ જરૂરી હોવાથી અને રોગ સામે લડવામાં અતિ મહત્વનો ભાગ ભજવતો હોવાથી તે બાબતની વિશેષ કાળજી લેવી જરૂરી છે.
કોઈપણ રોગ કે વાયરસ સામે લડવાની આપણા શરીરની શક્તિ એટલે રોગપ્રતિકારક શક્તિ જે રોગનો પ્રતિકાર કરીને તેનાથી શરીરને બચાવે છે. આ પૃથ્વી ઉપર રોજબરોજ નવા નવા આવતા રહેશે અને જતા પણ રહેશે, આપણે સૌએ હવે તેની સાથે જીવતા શીખી લેવું પડશે, એના માટે સૌથી અગત્યની બાબત આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, જો તે મજબૂત હશે તો જ આપણે સહેલાઈથી રોગ સામે લડી શકીશું કે બચી શકીશું.
રોગ પ્રતિકારક શક્તિ છે શું તે સમજવું જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ માનવ દેહની એક ખુબજ જટીલ વ્યવસ્થા છે, જે કોઈપણ પરિસ્થિતિમાં બદલી શકાતી નથી, તે જીવનશૈલી સાથે સીધી સંકળાયેલી છે. આપણે બદલાતી જીવનશૈલી એ પણ ઘણા રોગોને ખુલવા આમંત્રણ આપેલ હોવાથી હવે આપણે જાગવાની જરૂર છે તંદુરસ્ત શરીર જ આજના યુગમાં શ્રેષ્ઠ સંપત્તિ ગણી શકાય છે.
ખાવા-પીવાની રીત, પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિનો પાયો છે. પોષક તત્ત્વોમાંથી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન થાય છે. ત્રાંબુ, લો, ઝીંક, સેલેનિયમ, આયર્ન, કોપર, ફોલિક એસિડ વિટામીન-એ-બી-6, બી-12 અને સી, ઇ અને ડી માંથી રોગપ્રતિકારક શક્તિ મળે છે. સૌથી વધુ તે ઝીંકમાંથી પ્રાપ્ત થાય છે. અન્ય ખોરાક અને સંપૂર્ણ આહારમાંથી તે ઓછા-વતે અંશે પ્રાપ્ત થાય છે.
સક્રિય: રોગપ્રતિકારક શક્તિ માટે ખાવા-પીવા ઉપરાંત વિચારશક્તિ જીજીવિશા અને મગજની સતતપણે સક્રિય રાખવાથી તેની પ્રાપ્તિ થાય છે. મગજનો ઉપયોગ અને સરળ જીવનશૈલી, વ્યાયામ અને વિવિધ પોષક પદાર્થોના અધિગ્રહણથી તેની શક્તિ આપણા શરીરને પ્રાપ્ત થાય છે.
ઉંઘવાની સાચી રીત આપણા શરીર માટે આશિર્વાદરૂપ છે. રોગપ્રતિકારક શક્તિ સાથે ઉંઘનો સીધો સંબંધ છે. પોષક પદાર્થો, યોગ્ય જીવનશૈલી, કસરત કરતા પણ ઉંઘ એક એવી વસ્તુ છે જે મગજને આરામ આપે છે. ખુટતા હોર્મોન ફરીથી મેળવવા માટેનો સમય આપે છે. ઉંઘ માત્ર શરીરનો આરામ નથી તે રોગપ્રતિકારક શક્તિની વ્યવસ્થાને તરોતાજા કરે છે. નિષ્ણાંતોએ કરેલા અભ્યાસમાં એ વાત સિદ્ધ થઈ છે કે, 7 કલાકની પુરતી ઉંઘ મગજને અતિ થાકમાંથી વ્યસ્ત બનાવે છે. રોગ પતિકારક શક્તિ વધારવા માટે વિટામીન ડી અને ઝીંકને પુરક આહાર, તળાવ મુક્ત જીવન, નિયમીત હાથ ધોવા, ચીવટપૂર્વક માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અત્યારની પરિસ્થિતિમાં આશિર્વાદરૂપ બની શકે છે. તમારે સારી રીતે શરીરને રોગપ્રતિકારક શક્તિ આપવી હોય તો શાંત ચિત્તે ઉંઘ કરવાથી આ કુદરતી આશિર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.
આપણો સંતુલિત આહાર જ આપણી રોગ પતિકારક શક્તિમાં વધારો કરે છે: જે લોકો ગરીબીમાં જીવે છે અને કુપોષણથી પીડાય છે તેઓ ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે: બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેના ખોરાક બાબતે કાળજીપૂર્વક ચીવટ રાખવાની જરૂર છે
તેની ક્ષમતાને અસર કરતા પરિબળોમાં ઊંઘનો અભાવ, તણાવ અને કસરતનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે: બેક્ટેરિયા અને વાઇરસ તો આવતા જ રહેશે, હવે આપણે તેની સાથે જીવતા શીખી લેવું પડશે