શીયાળાની ઋતુમાં જો સૌથી વધારે શરીર પર અસર કરેતો તે છે ત્વચા શિયાળો શરૂ થવાની સાથે જ ત્વચાની સુંદરતા ઓછી થતી જાઈ છે. આવા સમયે ત્વચાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.ત્વચાને સુંદર અને હેલ્દી રાખવા ચહેરાને સાફ રાખવું તેમજ મોઇસ્ચરાઇઝિંગ અને સ્ક્રબિંગ જરૂરી છે. દિવસભરની ધૂળ અને પ્રદૂષણની અસર દૂર કરવા માટે ત્વચાની યોગ્ય રીતે કાળજી રાખવી જરૂરી છે. તેના માટે દિવસ માં બે વાર ચહેરો સાફ કરવો. ડેડ સ્કીન દૂર કરવા માટે માઇલ્ડ સ્ક્રબનો ઉપયોગ કરી શકાઈ. પરંતુ અઠવાડિયામાં ત્રણ વારથી વધારે ઉપયોગ ત્વચાને નુકશાન પહોચી શકે છે.
જો તમારા ચહેરા પર ખીલ હોય તો ચહેરાને વારંવાર હાથ ના લગાવો તેમજ તેને વધારે પાણીથી સાફ કરો .તેને શુષ્ક થવાના દો. ચહેરાની સાથે સાથે શરીરને લોશન અથવા મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ લગાવો.
તે સિવાય ટામેટાંમાં પણ કેરેટિન તત્વો હોય છે જે તમારા લોહીને સાફ કરે છે તો તમે ટમેટાનો પણ વધારે ઉપયોગ કરી શકો છો. તે સિવાય પાલક પણ કેલિશયમ આપવાની સાથે હિમોગ્લોબિનની માત્ર વધારે છે. ન ટી, લેમેન જ્યુસ અને હની એ પણ શરીર માટે લાભદાયી છે. ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ ચહેરા પર મસાજ કરવાથી ફાયદો થાય છે. આનાથી ડ્રાય સ્કિન થવાની શક્યતા ઘટી જાઈ છે.