કાળા અને ઘટાદાર વાળ દરેક નાના-મોટા લોકોની સુંદરતામાં વધારો કરે છે. દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેના વાળ કાળા અને ઘટાદાર હોય પરંતુ ઘણા લોકો એવા હોય છે કે નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાથી પીડાતા હોય છે. આ પાછળ ખરાબ લાઇફસ્ટાઇલ તેમજ ખરાબ ખાવા પીવાની આદત જવાબદાર ગણવામાં આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો. દૂધીમાં જોવા મળતા પોષક તત્વ વાળને કાળા અને ઘટાદાર બનાવવા માટે મદદ કરી શકે છે. કુદરતી રીતે વાળ કલા કરવા માટે દૂધીના રસનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જેનાથી વાળ ન માત્ર કાળ થાય છે પરંતુ વાળ સ્વસ્થ અને મજબૂત પણ થાય છે.download 2 1

દૂધીનો રસ વાળને કળા અને ઘાટા બનાવવામાં ઘણી મદદ કરી શકે છે. આ રસનો ઉપયોગ કરવાથી વાળ કુદરતી રીતે શાઈન કરી શકે છે. આપને જણાવી દઈએ કે દૂધીમાં જોવા મળતા વિટામિન એ અને ઇ તમારા વાળને મજબૂત બનાવે છે અને સાથે સાથે જ વાળને કાળા કરવાનું કામ કરે છે. જેનાથી તમારા સફેદ વાળ ધીરે ધીરે કાળા થઈ જાય છે.

આ રીતે કરો ઉપયોગdownload 11

આ માટે તમે દૂધીનો રસ, વરિયાળીનું તેલ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને હેર પેક બનાવી શકો છો. સ્નાન કરતા પહેલા તેને વાળમાં સ્પ્રે કરીને સારી રીતે મસાજ કરો. જેથી વાળને મૂળમાંથી પોષણ મળી શકે અને તમારા વાળ મજબૂત બની શકે. થોડા સમય માટે વાળ સુકાયા પછી, તમે વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ શકો છો.

વાળને ખરતા અટકાવે hairfall2 1632312408

વાળનું સફેદ થવું એ દર્શાવે છે કે વાળને અંદરથી જ પોષણ મળતું નથી જેના લીધે વાળનું ખરવાનું પણ શરૂ થઈ જાય છે. વાળ ઉતરતા રોકવા માટે પણ આપને દૂધીના રસનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં જોવા મળતા બાયોટિન, પ્રોટીન અને વિટામિન તમારી સ્કેલ્પ સુધી પહોંચીને વાળને અંદર સુધી મજબૂત કરે છે અને ખરતા વાળની સમસ્યામાં પણ રાહત આપે છે.

આ માટે તમે એક કપ દૂધીના રસમાં એક ચમચી મેથીના દાણા મિક્સ કરી શકો છો. આ વાળને કાળા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ પેક તૈયાર કર્યા પછી તેને મસાજ કરતી વખતે વાળમાં લગાવો. પછી થોડા સમય પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.