એસિડિટી બળતરા ગમે ત્યારે ઉપડી શકે છે પેટમાં ઉત્પન્ન થતા ગેસ અને છાતીમાં થતી બળતરાને કારણે એસિડિટીના દર્દી તરત જ અસ્વસ્થતા અનુભવવા માંડે છે તો ચાલો જાણીએ તેને અટકાવવાના ઉપાયો વિશે.જે આ પ્રમાણે છે.
૧- છાશ
આયુર્વેદ અનુસાર છાશમાં અનેક સાત્વિક ગુણો હોય છે. તેમજ છાશમાં રહેલુ લેક્ટિડ એસિડ એસિડિટીમાં રાહત આપે છે. એસિડિટી ટાળવા માટે ભારે કે તીખો ખોરાક લીધા પછી કાળા મરીનો ભૂકો ભભરાવેલી એક ગ્લાશ છાશ પીવી જોઇએ. તેમજ ફ્લેવર માટે મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકાય છે.
૨- તુલશી પાન
તુલસીમાં એવ ગુણો હોય છે જે ખાવાથી તમને એસિડિટીથી તરત જ રાહત આપશે. તેમજ એક પાણીમાં ૩-૪ તુલસીના પાન નાખી થોડા સમય સુધી ઉકાળીને પાણી પીવાથી તરત જ એસિડિટીમાં રાહત જોવા મળશે.
૩- નારિયેળ પાણી
નારિયેળ પાણી તમારા શરીરનું પીએચ લેવલ એસિડિકથી ઘટાડીને આલ્કાલાઇન કરવામાં મદદ‚પ બને છે તેમજ નારિયેળ પાણી પીવાથી તમારા પેટને એસિડ ઉત્પન્ન થવાથી થતી આડ અસરથી પણ રક્ષણ આપે છે.
૪- ગોળ
ગોળમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ હોવાથી તે શરીરની પાચનશક્તિ વધારે છે તેમજ એસિડિટીની બળતરાથી બચવા માટે જમ્યા પછી રોજ ગોળનો નાના ટુકડો ખાવાની આદત પાડવી જોઇએ.
૫- ઠંડુ દૂધ
જો તમને લેક્ટોસને કારણે તકલીફ ન થતી હોય તો ઠંડુ દૂધ પીવાને કારણે પેટમાં ઉત્પન્ન થયેલા જલદ પ્રવાહી શાંત થઇ જાય છે. દૂધમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પેટમાં વધુ એસિડ બનતા રોકે છે આથી એસિડિટનો એટેક આવે ત્યારે ઠંડુ દૂધએ એકદમ સરળ ઘર ગથ્થુ ઉપચાર છે.