સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ દાયકાથી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. રાજકોટ એ ઉદ્યોગક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. રાજકોટ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં તમામ ઉદ્યોગપતિઓનો સિંહફાળો રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈંઈંઈંઈ દ્વારા કુલપતિપ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરવા માટે એક કાર્યક્રમનું આજ રોજ બપોરે 3:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે આયોજન કરવામાં આવ્યુંં હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈઆઈઆઈસી દ્વારા કુલપતિ પ્રો. નીલાંબરી દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિ સાથે સંવાદ માટેનો કાર્યક્રમ યોજાયો
ઉદ્યોગોને જરૂરીયાત મુજબ લોકલ મેનપાવર સારી રીતે મળી રહે તે માટેનો સૌ.યુનિ. દ્વારા પ્રયાસ
આ કાર્યક્રમમાં રાજકોટના પ્રબુધ્ધ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટના ઉદ્યોગપતિઓ વચ્ચે એક સેતુ બને એ માટે આ એક પ્રયાસ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં ઈન્ટર્નશીપ તરીકે તાલીમ મેળવે અને ઉદ્યોગપતિઓ દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન મળે એ માટેનો ઉમદા પ્રયાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉદ્યોગોની જરુરીયાત મુજબ સ્કીલ્ડ બેઈઝ અભ્યાસક્રમો તૈયાર કરવા પ્રયત્ન કરશે.
આ સંવાદ કાર્યક્રમના આયોજનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રોજગારી મળે અને રાજકોટના ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર મળી રહે એવો શુભ હેતુ રહેલો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌ ઉદ્યોગપતિઓને આવકારવા આતુર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરે એવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ પ્રોફે. હિતેશભાઈ શુકલ, ડો. રંજનબેન ખૂંટ તથા ડો. હરિકૃષ્ણભાઈ પરીખ કાર્યરત છે.