કેસલેશ વ્યવહારનો વ્યાપ વધારવા માટે સરકાર પાન નંબરને પણ આધારની જેમ લિંક કરાવે તેવી શક્યતા
દેશમાં કાળા નાણાનં અર્થતંત્રમાંથી સફાયો કરવા માટે સરકાર મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. જેને અસરકારક બનાવવા માટે સરકાર અનેકવિધ કવાયતો હાથધરી રહી છે. અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે સરકાર ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર ૧૦ લાખથી વધુનાં વાર્ષિક રોકડ ઉપર ટેકસ લાદવાનું વિચારી રહી છે.
દેશની આર્થિક સ્થિતિ અત્યારનાં જોઈ તેટલી મજબુત જોવા મળતી નથી ત્યારે મોદી સરકાર બીજી વખત ચુંટાતા લોકોની આશા જીવંત થઈ છે કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને અનેકવિધ પ્રકારે કાળાનાણાં ઉપર પ્રતિબંધ મુકાશે. દેશનાં અર્થતંત્રમાંથી કાળાનાણાંનો સફાયો અને રોકડ વ્યવહારને વધુને વધુ નિયંત્રણમાં લાવી ડીજીટલ પેમેન્ટને દરેક ક્ષેત્રમાં વધુ વ્યાપક બનાવવા માટે સરકાર ૧૦ લાખથી વધુની રોકડ ઉપર ટેકસ લદાવવામાં આવશે. સરકારનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર કેશલેસ ટ્રાન્ઝેકશનો વ્યાપ વધારવા માટે આધારકાર્ડની જેમ પાનકાર્ડને પણ લીંક કરાવવામાં આવશે. જેનાં કારણે બેનામી વ્યવહારો કે જે કરદાતાઓ દ્વારા કરવામાં આવતા હોય તેનાં ઉપર નજર રખાશે. પ્રાપ્ત માહિતી મુજબ યુઆઈડી નંબરનાં આધારે ૫૦ હજાર કે તેનાથી વધુની રકમનાં ભરણા સાથે પાન નંબર અને યુઆઈડી ઓટીપીનાં આધારે આધાર નંબરનાં દુરઉપયોગને અટકાવી શકાશે જેથી સરકારને તમામ માહિતીઓ કે જે કરદાતાઓ દ્વારા વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેનાં પર ચાપતી નજર રાખવામાં આવશે. પાન નંબર લીંક થવાથી કરદાતાઓ કે જે બેનામી વ્યવહારો કરતા નજરે પડે છે તેનાં માટે આ સમાચાર ખુબ જ દુ:ખદ રહેશે. કારણકે તેઓ કોઈપણ રીતે સરકારને ઉલ્લુ નહીં બનાવી શકે.
સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી મનરેગા યોજનાનાં લાભાર્થીઓને જે રીતે આધારકાર્ડ સાથે સંલગ્ન કરવામાં આવ્યા છે પરંતુ હવે ૫ લાખ રૂપિયાની ઉપાડને પણ આધાર સાથે જોડવાની આવશ્યકતા જણાઈ રહી છે. સરકાર દ્વારા વાર્ષિક ૧૦ લાખ રોકડ ઉપાડ પર નજર રાખવાની આવશ્યકતા ઉદભવિત થઈ છે. દર્શાવાઈ રહ્યું છે કે, વ્યકિતગત રીતે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ૧૦ લાખની ઉપાડ આ દાયરામાં લાવવામાં આવી નથી. આ ચર્ચા જુલાઈ પૂર્વે વાર્ષિક બજેટ પહેલા જ શરૂ કરવામાં આવી છે ત્યારે હજુ સુધી સરકાર આ અંગે સ્પષ્ટ નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ લોકો પર કોઈ બોજ ન આવે તે માટે સરકાર ગંભીર બની છે.
ડીજીટલ પેમેન્ટની વ્યવસ્થા હોવા છતાં શા માટે લોકો ૧૦ લાખ રૂપિયાનો રોકડ ઉપાડ કરે ? ગત અઠવાડિયામાં રીઝર્વ બેંકે એનએફટી અને આરટીજીએસ વ્યવહારો પર ચાર્જ ન લગાડવાનું જાહેર કર્યું હતું. નાણા મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સરકાર દેશમાં રોકડ રકમનો વ્યવહાર જેમ-જેમ ટુંકું કરવામાં આવે તે દિશામાં પગલા લઈ રહી છે. થોડા વર્ષો પહેલાં સરકારે ડીજીટલ અને ચેક દ્વારા ચુકવણી ફરજીયાત બનાવી હતી પરંતુ ગ્રાહકોએ આ વ્યવસ્થા ખર્ચાળ હોવાની ફરિયાદ ઉઠાવી હતી તેનાથી ૧૦ હજારથી વધુની ચુકવણી ચેક અથવા બેંક ટ્રાન્સફરથી ચુકવવાની પ્રણાલી અપનાવી હતી. યુપીએ સરકારે વર્ષો પહેલાં કેશ ટ્રાન્ઝાકેશન પર ટેકસની શરૂઆત કરી હતી ત્યારે સરકાર ડીજીટલ પેમેન્ટને આવકારવા તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.
બજેટમાં બેંકીંગની કાર્યક્ષમતા વધારવા સુધારા આવી રહ્યા છે!!
કેન્દ્રીય બજેટ ૨૦૧૯ હાલ તૈયાર થઈ રહ્યું છે જેને ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારામન રજુ કરશે ત્યારે બેન્કિંગ ક્ષેત્રનાં વિકાસને લગતાં સુધારાઓ બજેટમાં સામેલ કરવા માટે સરકાર કવાયત હાથધરી રહી છે. આ બજેટમાં દેશનાં અર્થતંત્ર અને વર્તમાન પાંચ વર્ષનાં સમયગાળાનાં આર્થિક નીચા અને આર્થિક વિકાસ દરની કપરી પરિસ્થિતિમાંથી અર્થતંત્રને આગળ વધારવા સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે ત્યારે અર્થતંત્રને બેઠુ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર દેશનાં બેકિંગ ક્ષેત્રને બેઠું કરવા માટે સરકાર દ્વારા ખાસ અગ્રતા આપવામાં આવશે તેમ નાણામંત્રીની બજેટ સ્પીચમાં બેન્કિંગ ક્ષેત્રનાં સુધારા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય બજેટમાં આ વખતે જાહેર ક્ષેત્રની દયાજનક સ્થિતિ બેન્કિંગ ક્ષેત્રનાં સુધારા અને ગયા વર્ષે જ બેકિંગ ક્ષેત્રમાં દાખલ કરવામાં આવેલા વિલીનીકરણની પ્રાયોરીટીની સ્થિતિને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. વિજયા બેન્ક અને દેના બેંક ઓફ બરોડામાં કરવામાં આવેલા ૧લી એપ્રિલનાં મર્જરની પ્રક્રિયામાં નાની બેંકોને મોટી બેંકમાં સમાવેશ કરવાની આ પ્રક્રિયા હજુ આગળ વધારવા સરકાર કટીબઘ્ધ છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા જેવી મોટી બેંકને મર્જરની પ્રક્રિયા માટે સરકાર ખાસ પ્રોત્સાહીત કરી રહી છે. સરકારે ૫૪૨ કરોડની આર્થિક સહાય બેંક ઓફ બરોડાને દેના બેંક અને વિજયા બેંકનાં વિલીનીકરણ માટે ફાળવી છે.
સરકારે ૧૯૯૧માં બનેલી નરસિંહરાવ કમિટીની બેંકની મર્જરની પ્રક્રિયાથી આર્થિક સંસ્થાઓની સઘ્ધરતા વિશ્ર્વ સ્તરની બનાવીને તમામ રોકાણકારો અને ભાગીદારોને લાભ આપવાની કરેલી ભલામણનો આ વખતે સ્વીકાર કર્યો છે. દેશમાં ૧૫ લાખ કરોડ રૂપિયાનાં કરંટ બેન્કિંગ વ્યવસાયમાં ૮.૭૫ લાખ કરોડ અને ૬.૨૫ લાખ કરોડ રૂપિયાની થાપણોની મુડીનું આર્થિક પીઠબળ મોજૂદ છે ત્યારે બીઓબી જેવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ટીવી આર્થિક મોટી બેંકોમાં બીજી નેંબરની નેટવર્ક ધરાવતી બેંકોમાં ૯૫ શાખા ધરાવતી બેંકમાં ૧૩૪૦૦ એટીએમ ૮૫ હજાર કામદારો ૧૨ કરોડ ગ્રાહકોને સેવા આપે છે. એસબીઆઈમાં અગાઉ બેન્ક ઓફ પટીયાલા બિકાનેર જયપુર મૈસુર અને હૈદરાબાદ બેંકનું ૨૦૧૭માં મર્ડર કરવામાં આવ્યું હતું.