પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેકટ અને ચોકકસ વિસ્તારને આધારિત વિકાસ અંગે ચર્ચા કરાશે

ભારત સરકારશ્રીના “સ્માર્ટ સિટી મિશન”માં આજે ત્રીજા તબક્કાના ૩૦ શહેરોની યાદીમાં રાજકોટ શહેર ત્રીજા ક્રમે સમાવેશ પામતાની સો જ રૂ. ૧૯૭ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરી દેવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ પણ તાત્કાલિક ધોરણે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હા પર લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે આગામી તા.૨૧મીએ દિલ્હીમાં હેબિટેટ સેન્ટર ખાતે સ્માર્ટ સિટી મિશનમાં સમાવિષ્ટ શહેરોના મ્યુનિ. કમિશનરઓની એક બેઠક યોજાશે. આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાને પણ ભાગ લેવા જઈ રહયા છે. સ્માર્ટ સિટી મિશનના ત્રીજા તબક્કમાં પસંદગી પામેલા ૩૦ શહેરોએ હવે તેમના પ્રોજેક્ટ શરૂ કરવાના ાય છે ત્યારે વિવિધ હેતુઓ અંગેની કમિટીની રચના કરવી, કમિટીનું માળખું કેવું રાખવું અને તેની કાર્યપ્રણાલી કેવી હોઈ શકે તે વિષય પર ઉપરોક્ત બેઠકમાં ચર્ચા વિચારણા શે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કોમ્પોનન્ટ છે. જેમાં (૧) જે તે ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ અને (૨) સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે “પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટ” નો સમાવેશ ાય છે.

ગ્રીનફિલ્ડ( હરિયાળી વિકાસ) મુખ્ય બે પ્રોજેક્ટ સો જેમાં કોશલ્ય સવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસકોર્ષ, તળાવોનું નવીનીકરણ, વૈશ્વિક કક્ષાની આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો, બી.આર.ટી.એસ, સલામતી માટે સીસી ટીવી કેમેરાની સુવિધા સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, વિગેરે માટે રૂ.૨૬૨૩ કરોડના પ્રોજેક્ટો મુકવામાં આવેલ છે જેમાં રૂ.૨૧૭૭ કરોડ ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ માટે અને રૂ.૪૪૬ કરોડ પાનસિટી સોલ્યુસન માટે મુકવામાં આવેલ છે.

રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે સ્માર્ટ સીટી પ્લાન અંતર્ગત ઉપરોક્ત વિગતોએ રજુ યેલા સ્માર્ટ ઉપાયોમાં એરીયા બેઇઝ્ડ ડેવલપમેન્ટમાં મુખ્ય ધટકો જેવા કે મેનેજમેન્ટ ક્ધવેન્શન કમ ઇન્ડોર/આઉટડોર એક્ઝીબીશન સેન્ટર, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સ્માર્ટ મીટર તા આધુનિક સ્કાડા સીસ્ટમ દ્વારા ૨૪ડ૭ વોટર સપ્લાય,અંડરગ્રાઉન્ડ કેબલીંગ તા સર્વિસીઝ માટેયુટીલીટી ડક્ટ, સ્માર્ટ મલ્ટી લેવલ કાર પાર્કીંગ, એન્વાયરમેન્ટ મોનીટરીંગ સ્ટેશન,જાહેર સલામતીનાં હેતુસર સર્વેલન્સ માટે સી.સી.ટી.વી પી.ટી.ઝેડ કેમેરા, લીફ્ટ તાએસ્કેલેટર સોનાં ફુટ ઓવરબ્રિજ, એફોર્ડેબલ હાઉસીંગ, એમ્યુઝમેન્ટ પાર્ક સો ૩ તળાવોનું નવિનીકરણ, ગ્રામ હટ અને કલ્ચરલ સેન્ટર, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એરેના સોનું ઇન્ડોર/આઉટડોર સ્ટેડીયમ, ન્યુ રેષકોર્ષ, ૨ મેગાવોટ કેપેસીટીનાં સોલાર પ્રોજેક્ટ,નોન-મોટરાઇઝ્ડ ટ્રાન્સ્પોર્ટ તા ગ્રીન-વે, જુદા જુદાજાહેર સાર્વજનિક સ્ળોએ વાઇફાઇની સુવિધા, વિગેરે તા પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમાં મુખ્ય ધટકો જેવા કે સ્માર્ટ શહેરી પરીવહનની સુવિધા, સ્માર્ટ પાર્કીંગ સોલ્યુશન, સ્માર્ટ કાર્ડ સોલ્યુશન, ઇન્ટેલીજન્ટ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમ, સ્માર્ટ વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ ગવર્નન્સ, ઇન્ટીગ્રેટેડ કમાન્ડ  કંટ્રોલ સેન્ટર,જી.આઇ.એસ. સોલ્યુશન, સ્માર્ટ ડીસ્પ્લે, આર.એમ.સી. ઇ.આર.પી., રાજકોટ બિઝનેશ પોર્ટલ, પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ,વિગેરેવિકાસકામો માટે અનુક્રમે રૂ.૨૧૭૭.૪૬ કરોડ તા રૂ.૪૪૫.૫૫ કરોડ મળી કુલ રૂ.૨૬૨૩.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.