વ્યસન મૂકિત સમાજ તથા શહેર મહિલા પોલીસના સંયુકતઉપક્રમે યોજાશે કાર્યક્રમ
વ્યસન મૂકિત અભિયાન અંતર્ગત તા.૩૧-૫ને ગુરૂવારે વિશ્વ તમાકુ મૂકિત દિવસ નિમિતે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે વ્યસન મૂકિત કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં પાન ફાકી, બીડી સીગારેટ તમાકુ, ગુટખા, દારૂ, ચરસ, ગાંજો, અફીણ જેવા તમામ વ્યસન છોડવા માટેની નિ:શુલ્ક દવા અને સમજણ આપવામાં આવશે.
કાર્યક્રમનું આયોજન વ્યસન મૂકત સમાજ સંસ્થા તેમજ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે થશે.
આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. શાપરા તેમજ વ્યસન મૂકત સમાજના, લાલજીભાઈ વાડોલીયા, અજયભાઈ વાડોલીયા, ૮૦૦૦૦૬૪૬૪૬, નીતીનભાઈ વાડોલીયા, દિપકભાઈ સંચાણીયા, નેમિષભાઈ શાહ, રવિભાઈ અજમેરીયા, ઈમ્તીયાઝભાઈ સુમરા, સુરજીતસિંઘભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વ્યસન મૂકત સમાજ સંસ્થા દ્વારા જામનગર પોપટભાઈ મોઢવાડીયા, પોરબંદર મુળુભાઈ સીડા, જૂનાગઢ નિમાવતબાપુ તથા મુંબઈ લાલજીભાઈ વાડોલીયા ખાતે પણ કાર્યક્રમ યોજાશે.