પ્રથમ વખત ધનવંતરી યજ્ઞ સમિતિ દ્વારા
૧૬થી ઓછી ઉંમરના કોઈપણ બાળકો જોડાઈ શકશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
પ્રાચીનકાળની ઋષિમુનિઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતી પ્રજ્ઞાભિષેક સંસ્કારવિધિના પ્રખરજ્ઞાતા અને પ્રકાંડ પંડિત શાસ્ત્રી મહેશભાઈજી રાવલના માર્ગદર્શન હેઠળ ગોંડલની ધનવંતરી યજ્ઞ સમિતિ ગોંડલ-સંસ્થા-વોરા કોટડા રોડ ગોંડલ દ્વારા સમાજના ૧૬ વર્ષથી ઓછી ઉંમરના જરૂરિયાતવાળા બાળકોને આ પ્રજ્ઞાભિષેક સંસ્કાર વિધિ વિનામુલ્યે કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ તેમજ આસપાસના ગામ અને વિસ્તારના નબળા જરૂરિયાતમંદ અને વિશિષ્ટ બુધ્ધિ પ્રાપ્ત કરવાની મહેચ્છા ધરાવતા ૧૬ વર્ષથી ઓછી વયના બાળકોના વાલીઓ તેમના બાળકોના નામ-ઉંમર- અને મોબાઈલ નંબર સાથે તેમના નામ રજીસ્ટર કરાવી શકે છે. આ વિશિષ્ટ બુધ્ધિ પ્રતિભા વર્ધક સંસ્કાર વિધિ માટે એક કલાક બાળક સાથે માતા પિતાએ ઉપસ્થિત રહેવાનું રહેશે. આ “પ્રજ્ઞાભિષેક સંસ્કાર કરવાથી માનવ શરીરની અગીયારમી ઈન્દ્રીય-બુધ્ધિ પ્રતિભાને ઉચ્ચસ્તરે બુધ્ધિ ક્ષમતા-યાદશક્તિ-પ્રાણશક્તિ-કુશળતા-ચતુરતા-સુક્ષ્મશક્તિ ક્ષમતામાં વિશિષ્ટ વૃધ્ધિ થવા પામે છે.
પ્રજ્ઞાભિષેક સંસ્કારવિધિની તારીખ ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૯ સોમવાર સવારે રાખેલ છે જે ૭ વાગ્યાથી પ્રારંભ થશે. પ્રજ્ઞાભિષેક સંસ્કાર વિધિ એક કલાક ચાલશે. આ સેવામાં સામેલ થનાર માતા-પિતા અને ૧૬ વર્ષથી નીચેના બાળકોએ સ્નાન કરી શુધ્ધ થઈ સામેલ થવાનું રહેશે.
પ્રજ્ઞાભિષેક સંસ્કાર વિધિ ગીર ગૌ જતન સંસ્થાન-વોરા કોટડા રોડ ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.
ગોંડલમાં પ્રથમ વખત આયોજીત આ સમાજ સેવાના બાળક પ્રતિભા વૃધ્ધિ યજ્ઞ કાર્યને સફળ બનાવવામાં ધનવંતરી યજ્ઞ સમિતિના અધ્યક્ષ ગોપાલભાઈ ભુવા, રમેશભાઈ રૂપારેલીયા (ગૌ પંડિત), અશોકભાઈ જાની, ભુપતભાઈ ચાવડા, ડો.ચેતન ડાંગર, હર્ષદભાઈ શેઠ, હિતેશભાઈ દવે, ગિરીશભાઈ શાહ, પોપટભાઈ દૂધાત્રા, પ્રો.નિર્મલસિંહ ઝાલા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નામ નોંધાવા માટે પોપટભાઈ પટેલ (મો.નં.૯૮૭૯૬૪૧૭૧૪) અથવા ગોપાલભાઈ પુવા (મો.નં.૯૯૨૫૦૭૯૧૪૬)નો સંપર્ક કરવો.