પશ્ચિમ રેલવેનો નિર્ણય : સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન આવતીકાલથી દોડતી થઈ જશે

મુસાફરોની સુવિધા માટે અને વધતા જતા ધસારાને દૂર કરવા પશ્ચિમ રેલવેએ એક નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને મેંગલુરુ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેન અમુક ચોક્કસ સમયગાળા માટે નહીં પરંતુ કાયમી ધોરણે દોડાવવામાં આવનાર છે. આ ટ્રેન આવતીકાલથી જ દોડતી થઈ જનારી છે.

ટ્રેન નંબર ૦૬૦૭૨ અમદાવાદ – મેંગલુરુ સ્પેશિયલ અમદાવાદથી ૬ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૬:૩૦ વાગ્યે મેંગલોર પહોંચશે.

ટ્રેન રૂટની જો વાત કરવામાં આવે તો અમદાવાદથી ઉપડીને વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કંકોના, કારવાર, અંકોલા, ગોકર્ણા ખાતે ઉભી રહેશે. આ સિવાય કુમતા, મુર્ડેશ્વર, ભટકલ, મુકામ્બિકા રોડ બાયંદૂર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરથકલ સ્ટેશન પરથી પણ આ ટ્રેન પસાર થશે.

આ ટ્રેનમાં એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેનનું બુકિંગ ૫ જાન્યુઆરી ૨૦૨૩ એટલે કે આજથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.