ત્વચાને ખુબ સુરત બનાવવ માટે લોકો ફેસ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી એક મુલ્તાની માટીનો ઉપયોગ લોકો વર્ષથી કરે છે. મુલ્તાની માટીના ઉપયોગથી ચહેરાં જ નહીં પરંતુ શરીરની ત્વચા પણ નીખારે છે. મુલ્તાની માટીમાં કેલ્શીયમ અને સોડિયમ હોય છે. મુલ્તાની માટીને વાળમાં લગાવાથી વાળ મુલાયમ અને મજબુત બને છે. તેને ચહેરા પર લગાવાથી ચહેરા પર પીંપલ્સ દુર થાય છે. મુલ્તાની માટી આપણા શરીરની અંદરની ગરમીને બહાર કાઢી અને ઠડંકનો અહેસાસ અપાવે છે.
– બોડી માસ્ક :
દિવસભર કામ કરવાથી થાક લાગે છે. થાકને દુર કરવા માટે મુલ્તાની માટીનો લેપ શરીર પર લગાવી તેને ૧૫ મીનીટ સુધી રાખો અને ત્યારબાદ તેને સાફ કરી લો. આ થાક ઉતારવાનો સૌથી આસાન ઉપાય છે. આનાથી શરીરને ઠંડક પણ મળે છે.
– ફેશીયલ માસ્ક
ચહેરાની રંગતને નીખારવા અને ડેડ સ્કીનને દુર કરવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકાય છે. મુલ્તાની માટી સીરકા અને નાળિયેલનું તેલ મીક્સ કરીને પેસ્ટ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો થોડા સમય બાદ સાફ કરી લો. આમ રોજ આ પેસ્ટ લગાવાથી તમારા ચહેરાના નીખારમાં પણ વધારો થશે.