સુરેન્દ્રનગર શહેરને હરીયાળુ બનાવવા શહેરના એક મહિલા ડોક્ટર અને તેમની ટીમે અભિયાન હાથ ધર્યું છે. જેમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટ ના સહયોગથી શહેરમાં હાલ 1500 થી વધુ વ્રુક્ષો લોકોએ દત્તક પણ લઇ લીધા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્રુક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને છેલ્લે થયેલી વૃક્ષ ગણતરી મુજબ જિલ્લામાં એક હેક્ટર દીઠ માંડ 3 થી 4વૃક્ષો છે જે રાજ્યમાં સૌથી ઓછુ પ્રમાણ છે. ત્યારે સુકા મલકનું કલંક ભુસી સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાની નેમ સાથે ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી શહેરમાં વધુ મા વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. રાજકોટની સંસ્થાના સહયોગથી ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા માત્ર વાવેતર જ નહી પરંતુ સતત ત્રણ વર્ષ સુધી તેનુ જતન પણ કરવામાં આવશે.
એક વૃક્ષના વાવેતર અને ઉછેર પાછળ રૂપિયા 1800 નો ખર્ચ થાય છે ત્યારે શહેરીજન જો વૃક્ષોનું વાવેતર કરવા ઇચ્છતા હોય તો અડધો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવે છે. ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા આ અભિયાન ની શુભ શરૂઆત પણ કરી દેવામાં આવી છે જેમાં શહેરના રિવરફ્રન્ટ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.તેમજ આ સુધીમાં શહેરના આગેવાનો દ્વારા 1500 વૃક્ષોને દત્તક પણ લેવામાં આવ્યા છે ત્યારે શહેરીજનો શહેરને હરીયાળુ બનાવવાના અભિયાનમાં જોડાવા માંગતા હોય તો આ ટીમના સભ્યોનો કોન્ટેક કરી શકે છે.