નવરાત્રીએ નવ રાતનો તહેવાર છે. જેમાં અર્વાચીન પ્રાચીન ગરબા રમવા યુવક-યુવતીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે અને એમાં યુવતીઓ માટે શણગાર પણ ખૂબ મહત્વ ધરાવે છે. જુદુ ફેશન અને ટ્રેન્ડને અનુ‚પ ચણિયાચોલી અને મેકઅપ કરે છે જેમાં યુવતીઓની સુંદરતા વધારતા બેક લેસ ચોલી પણ ખૂબ પસંદગી પામી છે. પરંતુ પીઠ કાળી કે ખીલ અથવા તો કાળા ડાઘા હોય છે. જેના કારણે આ પ્રકારની સ્ટાઇલીશ ચોલી પહેરવી મુશ્કેલ બને છે. તો આવો જાણીએ કે કઇ રીતે ઘરગથ્થુ ઉપચારથી પીઠને સુવાળી અને સુંદર બનાવવી શકાશે.
ઉનાળો જતા તડકાના કારણે પીઠને પણ ઘણી અસર થતી હોય છે. ત્યારે તેનો ઉપચાર કરતા સ્નાન કરતા સમયે નરમ કપડાથી પીઠને હળવા હાથે સ્ક્રબ કરતા હોય તેમ સાફ કરવી જેવી પીઠ પરની ડેડ સ્ક્રીન નીકળી જાય. આટલુ કર્યા બાદ પીઠ પર બોડી લોશન લગાવવાનું ચુંકશો નહી જેનાથી પીઠની ત્વચા ડ્રાય નહિં થાય અને સુવાળી રહે છે. તમે ફેશિયલની જેમ પીઠ પર બેક મસાજ ટ્રીટમેન્ટ પણ લઇ શકો છો.
આ ઉપરાંત હુંફાળુ દૂધ, લીંબુનો રસ, ગ્લીસરીન મિક્સ કરી પેસ્ટ બનાવો અને પીઠ પર લગાવો. લગાવ્યાના અડધા કલાક બાદ તેને ઘસીને ધોઇ લો. તેમજ આ સિવાય લીંબુનો રસ અને ઓટમીલને મિક્સ કરી પીઠ પર લગાવી હુંફાળા પાણીથી સાફ કરો. ચણાનો લોટ, હળદળ અને દહીં મિક્સ કરીને તેનો લેપ પીઠ પર લગાવવાથી પણ પીઠ પરના બ્લેક સ્પોટ દૂર થાય છે.
તદ્ ઉપરાંત સુખડનાં પાઉડરમાં દૂધ મિક્સ કરીને એક પેક તૈયાર કરો અને પીઠ પર લગાવો આટલું કરવાથી પીઠ પરનાં ખીલ, કાળા ડાઘા, અને ડેડ સ્ક્રીન દૂર થાય છે. અને પીઠ મુલાયમ અને ‚પાળી દેખાય છે. જેથી આ વર્ષે નવરાત્રીમાં બેકલેસ ચોલી પહેરવામાં કોઇ સંકોચ નહિં અનુભવાય.