રાજકારણ શુ ન કરાવે !!!
બોર્ડ દવારા વાલીને વાલી મંડળ માંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા
રાજકારણ શું ન કરાવે આ વાક્ય ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ના વાલી મંડળમાં રહેવા માટે પિતાએ તેના ધોરણ 12 પાસ પુત્રને ફરી ધોરણ 11 માં પ્રવેશ લેવડાવ્યો હોવાનું સામે આવ્યું છે જે ખરા અર્થમાં ચોકાવનારું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વાલી મંડળમાં રહેવા માટેનો નિયમ એ છે કે જ્યારે જે તે વાલી મંડળના સભ્યનું સંતાન ધોરણ 12 ની પરીક્ષા પાસ કરે તો તે વાલીનું સભ્યપદ રદ થઈ જતું હોય છે પરંતુ ખુરશી ની લાલચમાં એક વાલીયે એના ધોરણ 12 પાસ પુત્રને ફરી ધોરણ 11માં પ્રવેશ લેવડાવ્યો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા હિરેન વ્યાસ નામના વાલી ના પુત્ર નું પાસ નું પરિણામ જાહેર કર્યું હતું ત્યારે બોર્ડે તેમના વાલીનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય જનરલ મિટિંગમાં લીધો હતો. ત્યારે આ વાતની જાણ થતા વિદ્યાર્થીના વાલી હિરેન વ્યાસે બોર્ડને લેખિત રજૂઆત કરી હતી કે તેમના પુત્રએ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે. જેથી તે વાલી મંડળમાં રહેવા માટે લાયક છે અને તેનું સભ્યપદ પરત આપવાની માંગ પણ કરી છે.
બોર્ડના સેક્રેટરી એનજી વ્યાસે જણાવ્યું હતું કે જ્યારે કોઈ વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરે ત્યારે તેને અને તેના વાલીએ સભ્યપદ છોડવું પડતું હોય છે અને તે જ રીતે ધીરેન વ્યાસના કિસ્સામાં પણ એ જ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થીને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવડાવ્યા બાદ શું ફરી તેઓને વાલી મંડળમાં સ્થાન મળશે કે કેમ?