નજીવી ફીમાં વર્ષભરમાં ૧૦ થી ૧ર કાર્યક્રમો: વર્તમાન સભ્યો માટે નાટય શો: ઇવનીંગ પોસ્ટ પાર્ક અને ઇન્ડોર સ્ટેડિયમ માટે તા.ર૦ થી ફોર્મ વિતરણ કરાશે
સરગમ પરિવારમાં જોડાવાની રાજકોટવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. ૧ એપ્રિલથી નવું વર્ષ શરુ થઇ રહ્યું છે. પરંતુ નવા સભ્યોની નોંધણી અને જુના સભ્યોના રિન્યુઅલની કામગીરી આવતીકાલથી થરુ થઇ જશે. આ વખતે પણ નજીવી ફલમાં સભ્ય નોંધણી કરવામાં આવશે. સામાન્ય ફીમાં સરગમ પરિવારના સભ્યોને વર્ષ દરમિયાન ૧૦ થી ૧ર જેટલા શ્રેષ્ઠ કાર્યક્રમો માણવા મળે છે. ચાલુ વષના છેલ્લા કાર્યક્રમ રુપે મુંબઇના પ્રખ્યાત નાટક શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહીતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ કહ્યું હતું કે, નાટય શો યોજાયા પછી નવા વર્ષના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે સમગમ પરિવારના સભ્યપદ મેળવવા માટે સરગમ જેન્સટ કલબના સભ્યોએ ‚ા ૬૦૦ ફી ભરવાની રહેશે. આ ઉપરાંત લેડીઝ કલમ માટે ‚ા ૫૦૦ ચિલ્ડ્રન કલમ માટે ‚ા ૪૦૦, સીનીયર સીટીઝન કલમ માટે ‚ા ૬૦૦ અને કપલ કલબ (બે વ્યકિતના) ‚ા ૧૨૦૦ ફી લેવામાં આવશે. વર્ષભરની આટલી નજીવી ફીમાં શ્રેષ્ઠ કાર્યક્રમો આપવામાં આવશે. આ ઉ૫રાંત વડીલો માટે ઇવનીંગ પોસ્ટ પાર્કમાં પણ સભ્યો બનાવવામાં આવશે. ઇન્ડોર સ્ટેડીયમમાં આગામી ૧ એપ્રિલથી નવી મેમ્બરશીપ શરુ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે માર્ચથી રિન્યુઅલ માટે અને નવા સભ્ય નોંધણી માટેના ફોર્મનું વિતરણ સરગમ કલબની જુદી જુદી સેવા સંસ્થાઓના બિલ્ડીંગ યાજ્ઞીક રોડ, કોઇન્સ કોર્નર બિલ્ડીંગ, આમ્રપાલી લાઇબ્રેરી રૈયા રોડ, મહીલા કોલેજ ચોક પોલીસ ચોકીની ઉપર, એવરેસ્ટ બિલ્ડીંગ શાસ્ત્રી મેદાન સામે, સરગમ ભવન જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં જાગનાથ મંદીર ચોક અને કુવાડવા રોડ પર ડી.એચ. ચેમ્બર, ફર્ન હોટેલની બાજુમાં સહીતના સ્થળઓએથી કરવામાં આવશે. જો કે તા.૧પ માર્ચથી ૩૧ માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ઇન્ડોર સ્ટેડીયમ માટે ૧ એપ્રિલથી નવા સભ્યો લેવામાં આવશે. જુના સ્ભયોના ફોર્મ પણ આપવામાં આવશે. આ માટે તા.ર૦ માર્ચ પછી સંપર્ક કરવાનો રહેશે.
તેમણે ઉમેર્યુ હતું કે, સરગમ કલબ દ્વારા જુદી જુદી ૩૯ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને બાળકોથી લઇ વડીલો સુધીના બે વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનો લાભ આપવામાં આવે છે.
સરગક કલબના સભ્યોનું ૨૦૧૭-૧૮ નું વર્ષ પુરુ થવામાં છે ત્યારે ચાલુ વર્ષના સભ્યો માટે આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સરગમ જેન્ટલ કલબના સભ્યો માટે મુંબઇના પ્રખ્યાત નાટક માસ્તર બ્લાસ્ટરનો શો તા. ૧૫ ને ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે યોજાશે. કૌસ્તુભ ત્રિવેદી અને ઇમ્તિયાઝ પટેલ પ્રસ્તુત આ નાટકમાં અનુરાગ પ્રયન્ન, અનાહિતા, પ્રથમ ભટ્ટ, પૂર્વ મહેતા, ભરત પોરિયા, પ્રદીપ લીંબાસીયા અને તપન ભટ્ટ સહીતના અભિનય આપી રહ્યા છે. તેમજ સરગમ લેડીઝ કલબના સભ્યો માટે ઉપરોકત નાટક માસ્તર બ્લાસ્ટર નો પ્રથમ શો હેમુ ગઢવી નાટયગૃહ ખાતે તા. ૧૦ ને શનિવારે બપોરે ૩ થી ૫.૩૦ કલાકે સભ્ય નં. ૧ થી ૧૩૦૦ માટે યોજાશે. જયારે સભ્ય નં. ૧૩૦૧ થી ર૩૦૦ માટે તા. ૧૧-૩ રવિવારે બપોરે ૩ થી ૫.૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે. સરગમ કપલ કલબના
સભ્યો માટે માસ્તર બ્લાસ્ટર નાટકનો પ્રથમ શો સભ્ય નં. ૧ થી ૧૧૫૦ માટે તા. ૧૦ ને શનિવારે સભ્ય નં. ૧૧૫૧ થી ૨૩૦૦ માટે તા. ૧૧ રવિવારે સભ્ય નં. ૨૩૦૧ થી ૩૪૫૦ માટે તા. ૧ર ને સોમવારે અને સભ્ય નં. ૩૪પ૧ થી ૪૬૦૦ માટે તા. ૧૩ ને મંગળવારે તેમજ સભ્ય નં. ૪૬૦૧ થી ૬૦૦૦ માટે તા. ૧૪ ને બુધવારે યોજાશે. કપલ કલબના તમામ શો માટે નિર્ધારીત તારીખે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.
સમગમ સીનીયર સીટીઝન કલબના સભ્યો માટે નાટક માસ્તર બ્લાસ્ટર નો પ્રથમ શો હેમુ ગઢવી નાટયગૃહ ખાતે તા.૧૦ ને શનિવારે સાંજે ૬.૩૦ થી ૯ કલાકે સભ્ય નં. ૧ થી ૧૨૦૦ માટે યોજાશે. જયારે સભ્ય નં. ૧ર૦૧ થી ૨૦૦૦ માટે તા.૧૧ ને રવિવાર સાંજે ૬.૩૦ થી ૯ દરમ્યાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે. સરગમ ચિલ્ડન કલબના બાળમિત્રો માટે નવી નવી ફિલ્મોનો શો હેમુ ગઢવી નાટયગૃહમાં યોજવામાં આવશે. જેનો પ્રથમ ગત રવિવાર સવારે ૯ થી ૧૧ સભ્ય નં. ૧ થી ૧૫૦૦ માટે યોજાયો હતો. બીજો શો સભ્ય નં. ૧પ૦૧ થી ૩૦૦૦ માટે તા.૧૧ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૧ અને સભ્ય નં. ૩૦૦૧ થી ૪૫૦૦ માટે તા.૧૧-૩ ને રવિવારે સવારે ૧૧.૩૦ થી ૨ વાગ્યા દરમિયાન યોજાશે.
તેમજ સરગમ પરિવારના સભ્યો માટે બોનટોન હોલિડેઝના સથવારે દુબઇ, લપીતા અને અબુધાબીના પ્રવાસનું ૨૮/૫ થી ૪/૬ સુધી આયોજન કરાયું છે. આ પ્રવાસમાં સરગમ પરીવારના સભ્ય ઉપરાંત સભ્યના પરિવારજનો મિત્રો જોડાઇ શકશે. વધ,ુ વિગત માટે સરગમ કલબની ઓફીસ જાગનાથ મંદીર ચોક, ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ મંદીરની બાજુમાં સંપર્ક કરવાનો રહેશે.
સરગમ કલબની વિવિધ પ્રવૃત્તિઓ માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, જગદીશભાઇ ડોબરીયા, અરવિદ પટેલ, સ્મિતભાઇ પટેલ, કીરીટભાઇ આદ્રોજા, યોગેશભાઇ પુજારા, નાથાભાઇ કાલરીયા, એમ.જે.સોલંકી, ખોડીદાસભાઇ પટેલ, જગદેશભા વસા, શિવલાલભાઇ રામાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, રાજભા ગોહિલ, મિતેનભાઇ મહેતા, ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જશુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર અને ગીતાબેન હિરાણી સહીતના લેડીઝ જેન્ટસ કમીટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.