ડિજિટલ ઈન્ડિયા તરફનું વધુ એક પગલું

હાલ, મહિનાના બીજા અને ચોથા શનિ-રવિ બંધ રહેતી આરટીજીએસ સુવિધા ૨૪ કલાક શરૂ થવાથી બેકિંગ સેવાનો માર્ગ વધુ મોકળો બનશે!!

આજના આધુનિક યુગમાં ડીજીટલી સેવાઓનો વ્યાપ ખૂબ વધ્યો છે. ઘેર બેઠા જ બેકિંગ, પોસ્ટલ, હોસ્પિટલીટી જેવી રોબરોજની સુવિધાઓ સરળતાથી મળી રહે છે. ત્યારે હવે ‘ડીજીટલ ઈન્ડિયા’ તરફ સરકારે વધુ એક પગલું ભર્યું છે. ડીજીટલ સેવાઓને વધુ વેગ મળે અને રૂપિયાની તરલતા વધે તે માટે સરકારે રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ય આરટીજીએસ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે. જે આગામી ૧૪મી ડિસેમ્બરથી અમલી બનશે. સરકારના આ નિર્ણયથી રૂપિયાની હેરફેર વધુ ઝડપી બનશે તો કોરોનાકાળના આ કપરા સમયમાં બજારમાં તરલતા પણ વધશે કેસ લેશ ટ્રાન્જેકશનોને વધુ વેગ મળશે તો બેકીંગ વ્યવહારોનો માર્ગ વધુ મોકળો બનશે.

ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં એક પછી એક પગલાઓ લેવાય રહ્યા છે. દેશના અર્થતંત્રને કરમાળખાની સાથે સાથે બેકીંગ ક્ષેત્રને વિશ્ર્વ સમોવડયું બનાવવાની દિશામાં લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં અત્યારે દેશમાં બેંકોમાં કામકાજના દિવસો દામિયાન આરટીજીએસ ચેનલની સુવિધાઓ આપવામાં આવે છે. બેંકનાં રજાના દિવસો ગણાતા મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારે આરટીજીએસ બંધ રહે છે હવે ૧૪ ડિસે.થી આરટીજીએસ રાઉન્ડ ધ કલોક સેવા બની જશે.

રીઝર્વબેંક ઓફ ઈન્ડીયાએ રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ આરટીજીએસ જે બેંકો વચ્ચેના મોટી રકમનાં ટ્રાન્જેકશન માટે વાપરવામાં આવે છે. તે ૧૪ ડિસે. ૨૦૨૦થી નિરંતર એકપણ દિવસની રજા વગર શરૂ થશે.

ગ્રાહકો અને ઉદ્યોગોને રાહત અને દેશની નાણાં બજારમાં આર્થિક તરલતા વધારવાના પ્રયાસના ભાગરૂપે આ સુવિધાને વિસ્તૃત બનાવવામાં આવી હોવાનું સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતુ.

આરટીજીએસની પ્રથા ૨૬ માર્ચ ૨૦૦૪થી શરૂ કરવામાં આવી હતી ચાર બેંકોથક્ષ શ) થયેલી આ સેવા હાલ ૨૩૭ બેંકો અને રોજના ૬.૩૫ લાખ ટન્જેકશન મારફત ૪.૧૭ લાખ કરોડની હેરફેર કરે છે. નવેમ્બરમાં આરટીજીએસનું સરેરાશ વ્યવહાર ૫૭.૯૬ લાખ રહેવા પામ્યું હતુ.

આરટીજીએસ આઈએસઓ ૨૦૦૨૨ પ્રમાણીત નાણાં સેવા માટે આદર્શ બની રહી છે. આરટીજીએસ અને બેંકોના વિનીમયન વ્યવહારની સાથે સાથે લાને ધારકોનાં ખાતામાં પૈસા જમા કરાવવા માટે પણ ઉપયોગ થાય છે તા.૨૪મી ડિસે.થી હવે નિરંતર બેંકીંગ વ્યવહારો અને ટ્રાંજેકશનના માર્ગ મોકળા થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.