રાજકોટવાસીઓની સુખ સુવિધાઓમાં વધારો કરવા તેમજ ગુણવત્તાયુક્ત સેવાઓ આપી શકાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસ રાત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા એક એક વોર્ડમાં રૂબરૂ જઈને વિવિધ કામગીરીની સમીક્ષા કરે છે.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે શહેરની વિવિધ આવાસ યોજનાઓની ચાલુ કામગીરી સમીક્ષા કરી હતી. જેમાં સંપૂર્ણ તૈયાર થઇ ગયેલ આવાસ યોજનાના આવાસ તાત્કાલિક લાભાર્થીઓને મળી રહે તેની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરએ શહેરના ટીપી-૫, નાનામવા વેસ્ટ ઝોન પેકેજ-૧, અંતર્ગત રાણી ટાવર પાછળ, આર.કે.નગરને લાગુ LIG કેટેગરીના ૨૨૪ આવાસોની આવાસ યોજનાની મુલાકાત કરી હતી. આ આવાસો લાભાર્થીઓને તાત્કાલિક વહેલીતકે મળે તે માટે બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા એજન્સીને સુચના આપી હતી.
કોઠારીયા રોડ અને સહકારનગરના ખુના પર SEWSના રિઝર્વેશન પ્લોટ પર ઘનશ્યામનગર PPI આવાસ યોજના સાકાર કરવા ફીઝીબીલીટી ચકાસવા મ્યુનિ. કમિશનરે સ્થળ વિઝિટ કરી હતી. તેમજ સંત કબીર રોડ ગોકુલનગર પાસે સ્માર્ટ ઘર આવાસ યોજના 4B અનટેનેબલ EWS-1 કેટેગરીના તૈયાર થયેલા કુલ ૧૨૮ આવાસોને લગત લાભાર્થીઓને સોંપણી કરવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ મુલાકાત લીધી હતી.
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઓ પરેશ પટેલ, આર.જી.પટેલ, .સી.મુંધવા હાજર રહ્યા હતા.