સરકારે ૬ લાખ ટનથી વધુ ખાંડસરીનાં જથ્થાની નિકાસ કરવા  આપી મંજૂરી

ભારત દ્વારા ખાંડની નિકાસને વધુવેગ આપવા નિકાસ કોટાની પુન: સમીક્ષા હાથ ધરી સરકારે છ લાખ ટનથી વધુના ખાંડસરીના જથ્થાના નિકાસકારોની પૂન: સમીક્ષા હાથ ધણી હતી. કેટલાક ઉત્પાદકો માલની નિકાસ માયે કેટલાક વિસંગત પરિબળોના કારણે વિફળ રહ્યા હોવાનું સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતુ.

ખાંડના વિશ્ર્વના મોટા નિકાસકાર દેશો આવનાર મહિનાઓમાં નિકાસ વધારે અને આ મહિનાના અંતમાં જ અઢી વર્ષનાં સમયગાળા દરમિયાનનો ઉંચો ભાવનો પરિબળ ધ્યાનમાં લેવાશે ખાંડ ઉત્પાદક મીલોની નિકાસ જથ્થા અને વિતરણ વ્યવસ્થાની નિકાસકોટા ૬૧૧૭૯૭ ટનની ક્ષમતાની પૂન; સમીક્ષા કરવા અંગે ગ્રાહક અન્ન અને પૂરવઠા મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક વિજ્ઞાપતિમાં જણાવાયુંહતુ.

પુષ્કળ ઉત્પાદનના શેરડીની ઉપજ અને ખાંડનાઉત્પાદનના પગલે ભારતની ખાંડના ભાવોને ફટકો પડયો હતો. ભાવ ઘટાડાને લઈને ખાંડની મિલોને ખેડુત અને પૈસા ચૂકવવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. આ ખોટ સરભર કરવા અને ઉત્પાદન વધરવા નવીદિલ્હી સરકાર ૨૦૧૯-૨૦૨૦ના વર્ષનાં છ મિલિયન ટન ખાંડની નિકાસ પર પ્રત્યેક ટન દીઠ ૧૦૪૪૮ એટલે કે ૧૪૫ ડોલર પ્રત્યેક ટન દીઠ સબસીડી આપી હતી સરકારની આ પ્રોત્સાહક યોજના છતા ઘણા ખાંડના કારખાનાઓ અને ખાસ કરીને પશ્ર્ચિમી રાજય મહારાષ્ટ્ર દુકાળ અને પૂરના કારણે ઉત્પાદનમાં ઘટાડાના પગલે ખાંડની નિકાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતુ સરકારે યોગ્ય સમયે પૂન: સમીક્ષા હાથ ધરીને નિકાસકારોને આવનાર દિવસોમાં મદદરૂપ થવાનું નકકી કર્યું છે. તેમ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેકટરી લીમીટેડ એનએફસીએસએફઝેડના પ્રકાશ નાયકવારે જણાવ્યું હતુ.

ભારતે ૨૦૧૮-૧૯માં ૫ મીલીયનટન ખાંડની નિકાસનું લક્ષ્ય રાખ્યું હતુપરંતુ માત્ર ૩.૮ મિલિયન ટનની નિકાસ પર જ સરકારે સહાય કરી હતી.નવીદિલ્હી સરકારે નિકાસની કામગીરીની સમીક્ષા હાથ ધરીને ૩ લાખમાંથી ૪ લાખ ટન એપ્રીલમાં કર્યો હોવાનો એક અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતુ.

  • શેરડીનું બમ્પર પ્રોડકશન વધતા ખાંડનું ઉત્પાદન વધશે : નિકાસકારોને મળશે વેગ

વિશ્ર્વસ્તરે ખાંડના વધી રહેલા ભાવોને કારણે ખાંડની મીલો નિકાસ તરફ આકર્ષાઈ રહી છે. નવી દિલ્હી સરકારે નિકાસ વેગ આપવાની કવાયત સાથે નિકાસકારો ૩ લાખ ટનમાંથી વધારી ને ૪ લાખ ટન કરવાની વિચારણા હાથ ધરી છે.

ભારતની ખાંડ મિલોએ વર્ષ ૧૯/૨૦ની સીઝનમાં ૩.૨ મીલીયન ટનની નિકાસના કરારો કર્યો હોય જેમાં ૧.૬ મીલીયન ટન નિકાસ કરી દીધી છે. દેશનું વર્ષ ૨૦૧૯-૨૦નું ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષોનું ૨૬ મીલીયન ટનમાંથી ઘટીને ૨૧.૬ મિલીયનટન સુદી ૩ વર્ષના તળીયે પહોચી ગયું હોવાનું આઈએસએમએએ જણાવ્યું હતુ

નવી દિલ્હી સરકારે એકટન ખાંડની નિકાસ પર ૧૪૫ ડોલર એટલે કે ૧૦૪૪૮ રૂા.ની સબસીડી વર્ષ ૨૦૧૯-૨૦ના છ મીલીયન ટનના નિકાસ કોટા માટે ફાળવી છે. સરકારે નિકાસ કોટામાં ફેરફાર કરીને દેશના વિદેશી હુંડીયામણ માટે જરૂરી એવા ખાંડનીનિકાસને પ્રોત્સાહન આપવા કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.