જાહેર જનતાને સગાસંબંધીઓની જાણ થાય તો જણાવવા અપીલ
જસદણના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહેલા આ ભાઇના કોઇ સગા સંબંધીઓની જાણ થાય તો સંપર્ક કરવા અપીલ થઇ છે. આ અંગેની વિગત એવી છે કે જસદણની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ભાઇને ચાર દિવસ પહેલા જંગવડ ગામ નજીક કોઇ અજાણ્યો વાહન ચાલક હડફેટે લઇ ભાગી જતાં જેથી ઇજા ગ્રસ્ત ભાઇને જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરેલા હતા. આ ભાઇ હિન્દીભાષી છે પોતે બિહારના છે. તેની માનસીક સ્થિતિ સાર ન હોવાથી તેમના તથા કોઇ તેમના સ્નેહ સંબંધીઓના મો. નંબર સાચા બોલી શકતા નથી. સરકારી હોસ્પિટલનો સ્ટાફ સામાજીક અગ્રણીઓ નરેશભાઇ હરેડવાળા અને વિનુભાઇ લોહરીયા તેઓને મદદરુપ બની રહ્યાં છે. ત્યારે કોઇ વ્યકિતને આ ભાઇના સગા સાથીદારોની જાણ મળે તો તેમણે જસદણ સરકારી હોસ્પિટલ અથવા વિનુભાઇ લોહરીયા (મો. નં. ૮૪૦૧૪ ૨૧૮૨૧) ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.