ગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટર કાયમી વૈયાવચ્ચ તિથિમાં યોગેશ મહેતાએ રૂપિયા 1.11000નું દાન અર્પણ
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલના ઉપક્રમે સમસ્ત જૈન સમાજે નવનિર્મિત મન-મંજુલ આરાધના ભવન ખાતે જાણીતા જૈન મુનિ પૂ.શ્રી ધીરગુરૂદેવ અને સાધ્વીરત્ના પૂ.ગુણીબાઇ મ.સ.ઠાણા-5ના સ્વાગત સામૈયા બાદ નવકારશી યોજાયેલ.
પ્રવચન પ્રારંભે મંડળના બહેનોએ સ્વાગત ગીત અને પ્રમુખ યોગેશ મહેતાએ સહુને આવકાર્યા બાદ પૂ.ગુરૂદેવના ઉપકારની સ્મૃતિ તાજી કરાવી હતી. વર્તમાનમાં સ્થાનકવાસી ઉપાશ્રયનું નૂતનીકર કાર્ય ચાલુ છે. જે ગુરૂદેવના વીઝનને આભારી છે.
ધર્મસભાને સંબોધતા પૂ.ગુરૂદેવે જણાવેલ કે જીવનને મધુર બનાવવા પારિવારિક શાંતિ મેળવવા આદત બદલો, જીવન વ્યવહારમાં સોબત સુધારો, કોઇને પણ કલ્યાણ મિત્ર જરૂર બનાવજો અને દાનત બદલો. સારા કાર્યની ભાવનામાં કચાશ રાખશો નહિં.
રાજકોટ વૈશાલીનગરમાં ગુરૂદેવ પ્રેરિત મેડીકલ સેન્ટરમાં કાયમી વૈયાવચ્ચ તિથિમાં એડવોકેટ યોગેશ મહેતાએ રૂપિયા 1.11000/-નું દાન અર્પણ કરતાં ઉમંગ છવાયો હતો. જીવદયા કળશનો લાભ નયનાબેન યોગેશભાઇ મહેતા, નિશા વિશ્ર્વાસ મહેતાએ લીધેલ.
24 તીર્થંકર નામાંકિત વોલકલોક વનિતાબેન વસંતલાલ મહેતા પરિવાર તરફથી બંને ઉપાશ્રય અને બંને સંઘમાં ઘરલાણીમાં અર્પણ કરાયેલ.
જ્યારે ઠાણાંગ સૂત્રની લોકાર્પણ વિધિ ભાવેશભાઇ ગણાત્રાના હસ્તે કરવામાં આવેલ. રાજકોટ મોટા સંઘના ઉપપ્રમુખ દિનેશ દોશી, સભ્ય મનીષ દેસાઇ તથા ટ્રસ્ટી વિશાલ શાહ, જામનગર જિલ્લા પંચાયતના કે.ડી. કરમૂર વગેરેનું અભિવાદન કરાયેલ. જ્ઞાનદાતા મનીષાબેન મહેતા, રાજકોટ મહિલા મંડળના મીતલ બાટવીયાનું ભવ્યા શેઠએ સન્માન કરેલ. સૂત્ર સંચાલન નીતિન માંડલીયાએ કરેલ સવારે નવકારશી બપોરે અને સાંજે સ્વામી નવકારશી બપોરે અને સાંજે સ્વામી વાત્સલ્ય યોજાયેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનીક જૈન સંઘ હોદ્ેદારો યોગેશભાઇ મહેતા, સતીશભાઇ શેઠ, નવિનભાઇ શાહ, દિલીપભાઇ જોષી, મૂર્તિ પૂજક જૈન સંઘના હોદ્ેદારો નિલેશભાઇ માંડલીયા, રાજુભાઇ કોઠારી, નિતીનભાઇ માંડલીયા, વિજયભાઇ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો છે.
પૂ.ગુરૂદેવનું હાલાર પંથકમાં વિહાર
પૂ.ગુરૂદેવ તા.8ના જામનગર પધારશે ત્યારબાદ લાલપુર થઇ જશાપર ચાતુર્માસ પ્રવેશ તા.26/6ના યોજાશે.