સરકાર કે સમાજ સંસ્કૃતિ કે સંસ્કારનું સંરક્ષણ ન કરી શકે તો અફઘાનિસ્તાન જેવી સ્થિતિનું નિર્માણ થાય: રાજેન્દ્ર ત્રિવેદી
અબતક,રાજકોટ
યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં પ્રાગટ્યસ્થાન આસોજમાં પ્રભુ સ્મૃતિ તીર્થ’ના નવિનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસુલ કાયદો, આપત્તિ વ્યવસ્થાપન અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ભક્તિશિલા પૂજન દ્વારા આ નવનિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ હરિપ્રસાદ સ્વામીજીએ હંમેશાં સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન કર્યું છે. આત્મીયતાથી સમાજનું પોત સુધાયું છે. આસોજમાં પ્રગટ થઈને લાખો લોકોનાં જીવનને નૂતનદિશા આપનાર હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીયતાની શક્તિનો જગતને પરિચય કરાવ્યો . આ એ ભૂમિ છે જ્યાં વસતા પરિવારમાં દરરોજ ગીતાજીના પાક થતા હતા , ત્રણ – ત્રણ શંકરાચાર્યોની પધરામણી થઈ હતી , સાધુ – સંતો અને અભ્યાગતોને આવકારો મળતો હતો. આવી ભૂમિને જ પ્રભુ પ્રાગટ્ય માટે પસંદ કરે . આવી પવિત્ર ભૂમિને આ ભક્તિશિલા પૂજન દ્વારા તિલક થઈ રહ્યું છે . એ દિવ્ય ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું તે જીવનની ધન્યતા છે.
જે સરકાર કે સમાજ સંસ્કૃતિ અને સંસ્કારનું સંરક્ષણ ન કરી શકે ત્યાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિનું નિર્માણ થાય છે . જીવનની શાંતિની શોધ માટેનો માર્ગ બતાવીને પ્રભુચરણ સુધી પહોંચાડે તે સદગુરૂ . હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આવા સદગુરૂ હતા જેમનાં હૃદયેથી વહેતા અને આંખથી અભિવ્યક્ત થતા પ્રેમે સહુને દિવ્યતા તેમજ ધન્યતાની અનુભૂતિ કરાવી છે. ત્રિવેદીએ રાજ્યની સરકાર વિકાસની ગતિની સાથોસાથ આધ્યાત્મિક પ્રગતિમાં શ્રધ્ધા ધરાવતી હોવાનુંકહીને પ્રભુ સ્મૃતિ તીર્થના સર્જનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી . તેમણે હરિપ્રસાદ સ્વામીજી સાથેનાં સંસ્મરણોની સ્મૃતિ કરી હતી.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે , જીવનમાં દાસત્વ અને સદભાવની પ્રતિષ્ઠા એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું યુગકાર્ય રહ્યું . આપણે એ ગુણોને આત્મસાત કરીને સ્વામીજીનાં યુગકાર્યને આગળ વધારવું છે . સ્વામીજીએ અંતર્ધાન થયા ત્યાં સુધી ગુરૂભક્તિ અને પ્રભુભક્તિનું અનોખું દર્શન કરાવ્યું છે . એ દર્શનની સ્મૃતિ કરતાં કરતાં એમની પરાવાણીમાં વ્યક્ત થતાં રચિ , રહસ્ય અને અભિપ્રાયને આપણાં જીવનનું કેન્દ્ર બનાવવાં છે.
પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ મધું હતું કે , આત્મીયતાથી સો સમાજની ગર્જન અને એમના સંબંધમાં આવેલા સહુ સુખિયા થાય તે માટે સ્વામીએ જે પરિશ્રમ કર્યો છે તેનું ઋણ જાય અદા થઇ શકે તેમ નથી . આયોજમાં દિવ્યતિદિવ્ય સ્મૃતિતીર્થનું નિર્માણ તો થશે . પરંતુ સાથેસાથે આપણે સહુએ સ્વામીજી ઇચ્છતા હતા તેમ આત્મીયતા , દાસત્વ અને સદભાવથી જીવનને મંદિરૂપ બનાવીને તેમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવી છે . પ્રાગટ્ય સ્થાનનું મંદિર ગમે તેટલું ભવ્ય હશે પણ , જો હ્રદયમાં મંદિર નહીં બને તો તેનું કોઇ જ મૂલ્ય નહીં રહે , સ્વામીજી આસોજમાં પ્રગટ્યા અને આપણને સહુને તેઓશ્રીના પ્રત્યક્ષ સાનિધ્યમાં શ્વસવાનું અને વસવાનું મળ્યું તે અહોભાગ્ય છે . આ ધન્યતાના વિચામાં હીને આપણે ભિક્ત અદા કરવી છે
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં પૂ . પ્રબોધજીવન સ્વામીએ સ્મૃતિ તીર્થની સેવા મળી તેને જીવનની શ્રેષ્ઠ તક ગણાવીને ઝડપી લેવા સહુને અનુરોધ કર્યો હતો . આપણું જીવન પ્રત્યેકપળે પ્રભુકેન્દ્રિત રહે તે માટે સંકલ્પ કરવાનો દિવસ હોવાનું તેમણે કહ્યું હતું . પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીએ તેમના ઉદબોધનમાં હરિપ્રસાદ સ્વામીજીના બાળવયના તેમજ ગુરૂહિર યોગીજી મહારાજ સાથેનાં વિવિધ પ્રસંગો વાણી લઈને તેને જીવન સાથે સુસંગત કરવા ઉપસ્થિત સમુદાયને આહવાન કર્યું હતું
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે નિર્માણ કાર્યમાં દરેક તબક્કે તમામ સહયોગની ખાત્રી આપી હતી.
આ કાર્યક્રમમાં વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ , અશોકભાઇ પટેલ , પરાક્રમસિંહ જાડેજ , પ્રો . સી.એમ. પટેલ , જે.એમ.દવે , સોખડાના અગ્રણી રાજુભાઇ પટેલ , આસીજ , સોખડા વગેરે ગામના અગ્રણીઓ અને ભાવિકો તેમજ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સત્સંગના વિવિધ વિભાગોમાંથી મર્યાદિત રાખ્યામાં નિમંત્રિત કરાયેલા હરિભક્તોએ ભક્તિપૂર્ણ હૃદયે ભાગ લીધો હતો