શહેરી વિસ્તારોને ઝુપ્પડપટ્ટીમુક્ત બનાવવાના લક્ષ્યાંક હેઠળ લેવાયો નિર્ણય: સચિવ 

સરકારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ હેઠળ જાહેર-ખાનગી એજન્સીઓ અને સંસ્થાઓની ભાગીદારીથી વધુ આશરે ૬૦ હજાર ‘ઘરના ઘર’ મંજૂર કર્યા છે તેવું ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું.

સુરત,અમદાવાદ અને ચંદીગઢમાં આવેલા આશરે ૪૦૦૦ પરવડે તેવા ભાડાનાં મકાનો ઉપરાંત લગભગ ૭૦૦૦ મકાનો બાંધકામના વિવિધ તબક્કાઓ હેઠળ છે.

અગાઉ ભૂતકાળની હાઉસિંગ યોજનાઓનું ધ્યાન માલિકીના ધોરણે હતું પરંતુ હવે આપણે આઝાદી પછી પ્રથમ વખત ભાડાના આવાસના નવા યુગની શરૂઆત કરી છે.  શહેરોમાં સ્થળાંતર કરનારાઓ માટે સસ્તું ભાડાકીય આવાસ ઉકેલોની ટકાઉ ઇકોસિસ્ટમ બનાવીને આ યોજના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સંબોધિત કરે છે, તેવું મિશ્રાએ એક સેમિનારમાં જણાવ્યું હતું.

તેમના મતે એફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ યોજના શહેરી સ્થળાંતર કરનારાઓ અને ગરીબોને તેમના કાર્યસ્થળની નજીક જરૂરી નાગરિક સુવિધાઓ સાથે એક પ્રતિષ્ઠિત અને સસ્તું ભાડાનું ઘર પૂરું પાડશે.

ગત વર્ષે કોરોના મહામારી બાદ વિપરીત સ્થળાંતરના જવાબમાં કેન્દ્રીય કેબિનેટે શહેરી વિસ્તારોમાં ગરીબ અને સ્થળાંતર કામદારોને બજેટ ભાડાકીય આવાસ આપવા માટે એફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ યોજનાને મંજૂરી આપી હતી.  તેનાથી ૩.૫૦ લાખથી વધુ લોકોને ફાયદો થવાનો અંદાજ છે.યોજના હેઠળ રોકાણથી ૧૧૭.૪ મિલિયન દિવસની રોજગારીની અપેક્ષા છે.

યોજના બે અલગ અલગ મોડલ હેઠળ કાર્ય કરશે.  પ્રથમ મોડેલ હેઠળ હાલના સરકારી ભંડોળથી ખાલી હાઉસિંગ કોમ્પ્લેક્સને એઆરએચસીમાં રૂપાંતરિત કરવામાં આવશે અને શહેરી વિસ્તારના ગરીબો અને સ્થળાંતર કામદારોને ભાડે આપવા માટે ૨૫ વર્ષ સુધી રાહત આપનારાઓને ઓફર કરવામાં આવશે.  બીજા મોડેલ હેઠળ હાઉસિંગ સંકુલનું બાંધકામ, સંચાલન અને જાળવણી જાહેર અથવા ખાનગી સંસ્થાઓ દ્વારા તેમની પોતાની ખાલી જમીન પર કરવામાં આવશે.

મિશ્રાએ વધતી જતી શહેરી વસ્તીને સમાવવા અને પ્રધાનમંત્રીનું વિઝન ઇન્ડિયા ‘અચિવ ૨૦૪૭’ હાંસલ કરવા માટે સસ્તું, રહેવાલાયક અને તમામ મૂળભૂત સુવિધાઓ ધરાવતા શહેરો વિકસાવવા માટે પણ હાકલ કરી હતી, જેમાં પુનઃવિકાસ દ્વારા ઝૂંપડપટ્ટીમુક્ત નવા વિકાસ અને ડી-સ્લમિફિકેશનની કલ્પના કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.