કપાસના ભાવ વધશે?

નિકાસકારોને રૂપિયામાં ૮.૫ જ્યારે ડોલરમાં ૩.૫ ટકાના વાર્ષિક દરે લોન આપવા માટે સરકારની તૈયારીઓ

કપડાની નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં કર રાહતો સહિતની બાબતોનો સમાવેશ થાય છે. ત્યારે ફરીથી નિકાસકારોને પ્રોત્સાહિત કરવા માટે રાહતમાં ૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પરિણામે કપાસના ભાવ વધે તેવી ધારણા સેવાઈ રહી છે.

તાજેતરમાં એકસ્પેન્ડેચર ફાયનાન્સ કમીટી દ્વારા કપડાની નિકાસને પ્રોત્સાહન આપવા માટેની સલાહ સરકારને અપાઈ હતી. રાજ્ય અને કેન્દ્રના ટેકસમાં રિબેટ માટે કેટલાક સુધારા સુચવાયા હતા. દરમિયાન કપડાની નિકાસ કરનાર નિકાસકારોને ફ્રી ઓનબોર્ડ યોજના અંતર્ગત ૧ ટકા સુધીની વધુ છુટછાટ મળે તેવી શકયતા છે. અહીં નોંધનીય છે કે, ગત ૭ માર્ચ ૨૦૧૯ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી નિકાસકારોએ લાભ મેળવ્યા હતા. આ લાભ રૂા.૬૦૦ કરોડી વધુના હતા. દરમિયાન નિકાસકારોને વધુ રાહત મળે તેવા હેતુથી સરકાર દ્વારા ૧ ટકાની રાહત વધારવામાં આવી છે.

CHRIST NEW 1

બીજી તરફ નિકાસકારોને પ્રોત્સાહન આપવા લોનની સુવિધા પણ વધારાઈ છે. હવે કરન્સીની દ્રષ્ટીએ રૂપિયામાં લોન લેનારને ૮.૫ ટકા જ્યારે ડોલરમાં લોન લેનારને ૩.૫ ટકાના દરે લોન આપવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં એટલે કે સતત પાંચમાં મહિને ભારતની નિકાસ ઘટી છે. ભારતની નિકાસ ૨૭.૩૬ બીલીયન ડોલર છે. ૩૦ પૈકીના ૧૯ સેકટરમાં નિકાસ ઘટવા પામી છે. એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન નિકાસ ૧.૯૬ ટકાના દરે ૨૩૯ બીલીયન ડોલરે હતી. દરમિયાન આયાત પણ ૮.૯ ટકાના દરે ઘટીને ૩૫૭ બીલીયન ડોલરે પહોંચી હતી. જેથી ટ્રેડ ડિફીશીટ ૧૧૮ બીલીયન ડોલરે હોવાના કારણે સરકાર નિકાસ તરફ વધુ ધ્યાન આપી રહી છે.

7537d2f3 6

એકસ્પોર્ટ ક્રેડીટ વહેંચણી પણ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૩ ટકા ઘટીને રૂા.૯.૫૭ લાખ કરોડે પહોંચવા પામી હતી. અલબત વર્ષ ૨૦૧૭-૧૮માં આ ઘટાડો રૂા.૧૨.૩૯ લાખ કરોડ જેટલો હતો. તરલતા ઘટવાના કારણે નિકાસમાં કડાકો બોલ્યો હતો. સતત પાંચમાં મહિને પણ નિકાસમાં બોલેલા કડાકાના કારણે સરકાર ચિંતીત જણાય રહી છે. આવા સંજોગોમાં નિકાસને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયામાં ૮.૫ ટકા જ્યારે ડોલરમાં ૩.૫ ટકાના દરે લોન નિકાસકારોને મળી રહે તેવી વ્યવસથા સરકાર કરવા જઈ રહી છે.

નિકાસકારોને કાપડની નિકાસમાં આપવામાં આવેલા પ્રોત્સાહનના કારણે કપાસના ભાવ  વધશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ભારત સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા ૮.૫ ટકાના દરે રૂપિયા લેખે લોન આપવામાં આવનાર છે. આ સાથે ડોલરમાં લોન લેનાર વ્યક્તિને ૩.૫ના દરે લોન મળી રહે તેવી વ્યવસ્થા મોદી સરકાર કરવા જઇ રહી છે. એક્સપોર્ટ ક્રેડિટ વહેંચણી માટે પણ સરકારે નવી પોલીસી બનાવવાની તૈયારી આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.