ફ્રાન્સમાં શારીરિક સંબંધો માટે કાયદેસર પુખ્તાની ઉમર તરીકે ૧૫ વર્ષને માન્ય રાખવા તૈયારીઓ ચાલુ છે. તાજેતરમાં ૧૧ વર્ષની બે બાળકીઓ સોના દુષ્કૃત્યના કેસ બાદ આ મામલે ચર્ચાએ જોર પકડયું છે.
૧૫ વર્ષની વયને પુખ્ત ઉમર ગણવા માટે કાયદા નિષ્ણાંતો અને તબીબોના સલાહ સુચન લેવાઈ રહ્યાં છે. નવો નિયમ આગામી કાઉન્સીલમાં રજૂ કરવામાં આવશે. હાલ ફ્રાન્સમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. અત્યારના કાયદા મુજબ ૧૫ વર્ષી નીચેના સો શારીરિક સંબંધને ગુનો ગણવામાં આવે છે. અલબત આવા કેસમાં બળજબરી થઈ હોવાની સાબીતી આપવી પડે છે.
વર્ષ ૨૦૧૭ના નવેમ્બર માસમાં ૧૧ વર્ષીય પીડીતા સો દુષ્કૃત્યનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પીડીતા સો બળજબરી થઈ ન હોવાની દલીલો થઈ હતી. આ મામલામાં કાયદેસર પુખ્તતા અંગેની વાતે જોર પકડયું છે અને ફ્રાન્સમાં પુખ્તાની વ્યાખ્યા કઈ ગણવી તે અંગે વાદ-વિવાદ ઈ રહયાં છે.
ફ્રાન્સમાં સગીરા-તરૂણીઓ સો દુષ્કૃત્યના બનાવો વધી રહ્યાં છે. અલબત ઘણા કિસ્સામાં બળજબરી નહીં પરંતુ સહમતીથી સંબંધ બંધાયો હોવાની દલીલો કોર્ટમાં ઈ રહી છે. ત્યારે આ મામલે ફ્રાન્સમાં કાયદાને વ્યાખ્યાયી કરવાની વાતો ચાલી રહી છે.