ભારતના ૧૭ તા ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડના૧૧ યુદ્ધ જહાજો નૌસેના કવાયતમાં ભાગ લેશે
દરિયામાં ચીનની વધતી જતી દાદાગીરી સામે લડી લેવા ભારત આંદામાન નજીક મેગા નૌસેના કવાયત કરશે. જેમાં ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયા, મેલેશીયા, મ્યાનમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડ જોડાશે.
તાજેતરમાં માલદીવ અને શ્રીલંકામાં ર્આકિ કટોકટી ઉભી ઈ છે. આ ઉપરાંત ચીન પણ સમુદ્રમાં દખલગીરી કરી રહ્યું છે. જેને ધ્યાને રાખી ભારતે નૌસેના કવાયત કરવાનો નિર્ણય લીધો છે. આ નૌસેના કવાયતમાં ૧૭ યુદ્ધ જહાજ ભારતના હશે જયારે અન્ય ૧૧ જહાજ વિવિધ દેશોના રહેશે. કુલ ૨૮ જહાજ નૌસેના કવાયતમાં ભાગ લેશે.
આ પ્રકારની નૌસેના કવાયત વર્ષ ૧૯૯૫માં ઈ હતી. જયારે હાલની ૮ દિવસ લાંબી નૌસેના કવાયતમાં ૩૯ વિદેશી ડેલીગેટસ ઉપસ્તિ રહેશે. અત્યાર સુધી ભારતે આ પ્રકારની કુલ ૯ કવાયત કરી છે. આગામી ૧૦મી કવાયતમાં આંદામાન નિકાબાર કમાન્ડની ૧૧ શીપ તેમજ ઈસ્ટર્ન ફલીટની ૬ શીપ ભાગ લેશે. અગાઉ નવેમ્બર મહિનામાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને જાપાને ઈન્ડોપેસીફીક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભુત્વ અંગે ચિંતા વ્યકત કરી હતી. ભારતની આગેવાનીમાં યોજાનારી નૌસેના કવાયતનું નામ મિલન આપવામાં આવ્યું છે.