ત્રણેય મિત્રોએ યુવકને ઢોલરા ગામની સીમમાં લઇ જઇ દારૂ પીવડાવી ધોકાથી ફટકારી રૂ. ૧૦ હજાર અને રીક્ષાની લુંટ ચલાવી
શહેરમાં બકરી ઇદના તહેવારની ઉજવણી કરવા માટે ત્રણ મુસ્લીમ શખ્સોએ તેના મિત્રને ઢોલરા ગામની સીમમાં લઇ જઇ દારૂ પીવડાવ્યા બાદ ધોકા પાઇપથી ફટકારી રૂ. ૧૦ હજાર ની રોકડ, સ્પીકર, મોબાઇલ અને રીક્ષાની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેના બનાવ પ્રકાશમાં આવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપરના ઔઘોગિક વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો મેસનઅબા યુનુસ કેરૂન (ઉ.વ.રપ) એ પોતાના મિત્ર સિંકદર શામદા, ટકો, સાહીલ સાથે ગોંડલ ચોકડીથી પેસેન્જરો ભરી કોઠારીયા સોલવન્ટમાં મુકવા ગયા હતા. જયાંથી ચારેય મિત્રોએ ગોંડલ ચોકડીથી પુનિતનગર ટાંકા પાસે દેશી દારૂના ધંધાર્થી પાસે દારૂ લઇ ઢોલરા ગામની સીમમાં પીવા માટે ગયા હતા. જયાં ચારેય શખ્સોએ દારૂની મહેફીલ માણી હતી. બાદમાં નશાની હાલતમાં રહેલા સિકદર શામદા, ટકો તથા સાહીલે કાવતરુ રચી બકરી ઇદની ઉજવણી કરવા માટે તેના મિત્ર મેસનઅવા કેરુનને વૃક્ષ સાથે બાંધી દઇ તેના ખીસ્સામાંથી રૂ. ૧૦ હજારની રોકડ, મોબાઇલ, રીક્ષાની લુંટ ચલાવી ધોકા પાઇપથી ફટકાર્યા બાદ ગળાચીપ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય નશાખોર મિત્રોના ચંગુલમાંથી જેમ તેમ કરી રીક્ષા ચાલક મુસ્લીમ યુવાને નાશી જસ ઢોલરા ગામના પાટીયા પાસે પહોંચી અન્ય રીક્ષા ચાલકની મદદથી ગોંડલ ચોકડી પાસે પહોચ્યો હતો. જયા મુંઢમારથી બેભાન થઇ યુવક ઢળી પડતા સ્થાનીક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સીવીલ હોસ્પિટલ ખસેડયો હતો. જયા તબીબી સારવાર મેળવી ત્રણેય મિત્રો સામે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પરસોતમ રાઠવાએ વધુ તપાસ હાથ ધરી છે.મુસ્લીમ યુવાને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે શાપરમાં રહી રીક્ષા ડ્રાઇવીંગ કરી છે. બકરી ઇદના તહેવાર નીમીતે તેની પત્ની કરીશ્મા પ્રેગન્ટ હોવાથી અમરેલીમાં માવતરે છે. તેની ડીલીવરી અથે મિત્ર પાસે રૂ.૧૦ હજાર ઉછીના લીધા હતા. જે પૈસા તેના ત્રણેય મિત્રોએ ધોકાથી ફટકારી અને છરીની અણીએ લુંટી લઇ ધમકી આપી હતી.