• રાજકોટના પ્રખ્યાત યુ ટયુબર વંશ પંડયા અબતકની ચાય પે ચર્ચામાં તેમની સફર વિશે જણાવ્યું

અત્યારના યુગમાં સોશ્યલ મીડીયાએ પ્રખ્યાત થવાનું માઘ્યમ બની ગયું છે. અત્યારના યુવાઓ યુ ટયુબમાં ક્ધટેન્ટ અન રીલસ બનાવી પ્રખ્યાત થાય છે. ત્યારે એવો જ એક રંગીલા રાજકોટનો વંશ પંડયા પણ આજે ભારતના ઘરે ઘરે તેના ક્ધટેન્ટથી લોકપ્રિય બની લોકોને હસાવી અને એકટીંગથી પ્રખ્યાત થયો છે.

પ્રશ્ન:- તમારી સફર કઇ રીતે ચાલુ કરી ?

જવાબ:- મેં રાજકોટની આર.કે.સી. સ્કુલમાં 10 ધોરણ સુધી અભ્યાસ લીધો અને પછી મુંબઇમાં અનુપમ ખેર એકેડમીમાં ડીપ્લોમાં ઇન એકટીંગ કર્યુ અને પછી યુ.પી.જી. કોલેજમાં બી.એ. ઇન્ફોરમેટીવ નો અભ્યાસ કર્યો.

મારી સફરનો પ્રારંભ યુ ટયુબમાં વિડીયો બનાવવાથી ચાલુ કર્યો  હતો. પહેલા તેને 1000 વિડીયો અપલોડ કર્યા પછી તેને ઇન્ટ્રાગ્રામમાં તેના ભાઇ પવિત્ર ત્રિવેદી સાથે રિલસ બનાવ્યો જે. ખુબ વાઇરસ થયો તે પછી તેને નવા નવા ક્ધટેન્ટની વિડીયો બનાવવાનું ચાલુ કર્યુ

પ્રશ્ન:- અત્યારે બધા ઇન્ફયુએશનને શું કરવું જોઇએ?

જવાબ:- ઇન્ફયુએશનને હંમેશા સતત શિસ્તબઘ્ધ કામ કરતું રહેવું જોઇએ બીમારીને પણ ભુલી જાવી જોઇએ. અને બે કલાકનું વાંચન અને બે કલાકનું લેખન હોવું જોઇએ.

પ્રશ્ન:- પ્રખ્યાત યુ ટયુબર બનવા માટે કેટલો સંધષો કર્યા ?

જવાબ:- રાજકોટમાં તે સમુઘ્ધમાં  ઉછરેલ છે. પરંતુ મુંબઇ જતાં તેને અનેક સંધર્ષોનો સામનો કરવો પડયો હતો. પીજીમાં રહેતા, સવારે 8 થી સાંજના પ વાગ્યા સુધી ને અનુપમ ખેર એકેડમીમાં અભ્યાસ કરતા, સાંજે 7 કલાકે ક્ધટેન્ટ લખતા તથા 11 વાગ્યે વિડીયો બનાવતા અને રાત્રે 4 વાગ્યે સુતા. અને ત્યાં ઓડિશનમાં પણ ઘણી મહેનત કરી. રિઝેકટ થયા પણ તેને ઠાન્યુ હતું કે એક વાર તમે સામેથી ઓડિશન માટે કોલ આવશે અને તેમાં તે સફળ રહ્યાં.

પ્રશ્ન:- તે કેવી રીતે વિડિયો બનાવે છે?

જવાબ:- અત્યારે તે પહેલેથી જ 400 જેટલી સ્ક્રીપટ રેડી રાખે છે. અને પછી અલગ અલગ વિડીયો બનાવે છે. અને ચાહકો માટે દરરોજ 1 કલાકનો સમય ફાળવે છે.

પ્રશ્ન:- તમારા  જીવનનો સૌથી ખુશીનો પળ કર્યો હતો?

જવાબ:- તેમનો જીવનને ખુશીનો પળ એ હતો કે તે જયારે ડાયરેકટરની એકેડમીમાં ગયા ત્યારે તેમના વિદ્યાર્થીઓ વંશ વંશ કરતા હતા. અને ઓટોગ્રાફ માંગતા હતા તે મારા જીવનનો ખુશીનો પળ હતો.

પ્રશ્ન:- તમે બીજા ઇન્ફલ્યુએનશર કરતાં કંઇ રીતે અલગ પડો છો ?

જવાબ:- તે કોઇ સાથે કામની કમ્પેરીઝન કરતા નથી. તે માને છે કે હું જે બનાવવું તે જાતે બનાવું છું. હું કોઇની કોપી કરતાં નથી.

પ્રશ્ન:- તમે કોની કોની સાથે કામ કર્યુ છે?

જવાબ:- મેં આશીષ ચંચલાની કપીલ શર્મા, સુનીલ ગ્રોવર, ક્રિષ્ના અભિષેક, કિકુ શારદા, ફિલ્મ મેકર આમીત સાજીદ, હેમંત ભંડાર અને ઇમ્તિહાઝ અલી સાથે કામ કર્યુ છે.  એમ.એસ.ધોની આઇડિયલ માનું છું.

મારા કાર્ય પ્રત્યે ગૌરવ અનુભવું છું. મારૂ એક જ કર્તવ્ય છે ડિપ્રેશનમાં જઇ રહેલા લોકોને હસાવીને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા.

પ્રશ્ન:- અબતકની માઘ્યમ દ્વારા  તમે શું સંદેશો આપશો?

જવાબ:- જે લાઇફમાં સફળ બનવા માટે જીવનની બધી તકલીફ ભુલીને કામ કરતું રહેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.