આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને સંપ્રદાયના 49 મુમુક્ષુઓને સંત દીક્ષા આપી: રાજકોટ ગુરૂકુળ, જુનાગઢ તરવડા અને જસદણ નીલકંઠ ધામ પોઈચા શાખાઓના 18 પાર્યદોએ દીક્ષા સ્વીકારી

 

અબતક,રાજકોટ

સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થ શ્રી વડતાલ ખાતે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આજે 49 મુમુક્ષુઓને  સંત દીક્ષા આપી હતી.  સારંગપુરમાં હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરનાર યોગ સમ્રાટ એશ્વર્યવાન સદગુરુ   ગોપાળાનંદ સ્વામી ના આસને વડતાલ ખાતે દીક્ષા વિધિ મહોત્સવ યોજયો હતો.   સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધોલેરા  ગઢ પૂર અને જુનાગઢ વિભાગના 49માં મુમુક્ષુઓને  આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંત્ર , જનોઈ અને માળા અર્પણ કરી હતી.   આ અંગે લંડનથી શ્રીપ્રભુ સ્વામીએ વાત કરતા કહ્યું હતું કે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે 20 વર્ષમાં કુલ 768 જેટલા મુમુક્ષુઓને સંત દીક્ષા આપી છે.  જેમાં રાજકોટ ગુરુકુળ સંસ્થાનના 175 જેટલા સંતોએ  આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા સ્વીકારી છે. જેમાં આજે ગુરુકુલ પરિવારના 18 મુમુક્ષુઓએ દીક્ષા લીધી છે.

સાધુઓના નિયમ ધર્મ અંગે વાત કરતા તેઓશ્રીએ કહ્યું હતું કે ઘણી વખત કહેવાતું હોય છે કે ” સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો સરકારની ”  આ લોકોક્તિમાં કેટલું તથ્ય છે એ તો સાધુ થાય તેને ખબર પડે. સ્વામિનારાયણના સાધુને આજીવન રસાસ્વાદનો ત્યાગ કરવાનો , લાકડાના પાત્રમાં પીરસાયેલ ભોજનમાં પાણી નાંખી જમવાનું, પોતાની માલિકીનો પૈસો રાખવાનો ન હોય. બેંકમાં ખાતું કે વસ્ત્રમાં ખીસ્સું – પોકેટ રાખવાનું ન હોય. શરીરના સંબંધિનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવવવાની હોય છે. પોતાના જન્મના ગામમાં જવાનું પણ નથી હોતું. સ્ત્રીઓનો સર્વથા ત્યાગ, સહુ સંતોએ સમૂહમાં જ જીંદગી જીવવાની હોય છે.દીક્ષા લઈ સંત બની ગયા પછી સાધુતા મેળવવા માટે આજીવન તપ વ્રત ઉપવાસ કરતા રહી સાધના અને આરાધના પરાયણ થવાનું હોય છે. સાધુતા, સહુ સાથે આત્મીયતા, કાર્યશીલતા કહેતાં સાંપ્રદાયિક તેમજ લોકોપયોગી સેવા કાર્યો કરવાની શ્રદ્ધા રાખવાની હોય છે.    વસ્ત્રો બદલવા સહેલા છે પરંતુ સ્વભાવો બદલવા એ અધરા છે. આજે પોતાના સંતાનોને મોબાઇલની લત છોડાવવી કેટલી કઠિન છે એ સહુ કોઈને અનુભવાય છે. ત્યારે આ મુમુક્ષુઓ યુવા અવસ્થામાં મોજશોખ ,  સારાવસ્ત્રો , .મોબાઇલ તથા હરવા ફરવાનો શોખ છોડી ગુરૂઆજ્ઞામાં રહી સંયમી જીવન જીવવા દીક્ષા લેતા હોય છે.

વડતાલમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે વડતાલ ટેમ્પલબોર્ડના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના  પ્રમુખ શ્રી નૌતમ સ્વામી. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી’ શ્રી બાપુ સ્વામી. શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી ’ શ્રી ભક્તિ જીવન સ્વામી’શ્રી વિષ્ણુસ્વામી’ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, શ્રી શ્વેત સ્વામી વગેરે 300 ઉપરાંત સંતો ઉપસ્થિત રહેલા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.