યુનીફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) એ માત્ર કોઈ એપ્લીકેશન નથી પરંતુ એક ઈન્સ્ટન્ટ પેમેન્ટ સીસ્ટમ છે. કે જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ની નિયમનકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (એનપીસીઆઈ) દ્વારા વિકસીત કરવામાં આવી છે. યુપીઆઈ દ્વારા ઈન્ટરનેટ ટેકનોલોજીની મદદથી જુદી જુદી બેંકોનાં ખાતામાંથી લોકો સહેલાથી નાણાકીય લેવડદેવડ કરી શકે છે. યુપીઆઈ વ્યવસ્તામાં જોડાયેલી દરેક બેંકની પોતાની અલગ યુપીઆઈ એપ્લીકેશન છે જેમકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની એસબીઆઈ પે, એકસીસ બેંકની એકસીસપે વિગેરે, આ સીવાય અન્ય કંપનીઓ પણ વિવિધ બેંકો સાથે જોડાણ કરી પોતાની યુપીઆઈ એપ્લીકેશન લોન કરી શકે છે, જેમકે, ભીમ એપ, ગુગલ પે, ફલીપકાર્ટની ફોન પે વિગેરે, યુપીઆઈ એપ્લીકેશનમાં યુપીઆઈ આઈડી અને ૬ અંકમાં પીન સીકયેરીટીની દ્રષ્ટીએ ખૂબજ મહત્વના હોય છે. જે બંને યુઝર દ્વારા સેટ કરવામા આવે છે.
આજે ઓનલાઈન નાણાંકીય વ્યવહારોમાં યુપીઆઈ સગવડમાં સાયબર ફોડના બનાવો ખુબ વધતા જોવા મળ્યા છે. હાલ દિલ્હીમાં એક યુવકે પોતાનું એરકંડીશ્નર ઓએલએકસ (ઓનલાઈન માર્કેટપ્લસ) પર વેચવા માટે લીસ્ટ કર્યું હતુ. પ્રોડકટ લીસ્ટ થયાના થોડા સમય બાદ સામેથી એક ખરીદદાર એસી ખરીદવા માટે રસ બતાવે છે. તે પોતાની ઓળખ શસસ્ત્ર દળોના એક સૈનિક તરીકે આપી યુવકને પોતાનું નકલી આઈડી બતાવે છે યુવક સાથે વાટાઘાટ કરી અંતે તે પૈસાની ચૂકવણી કરવા માટે યુવક પાસે તેનું યુપીઆઈ આઈડી માંગે છે. અને થોડીવાર પછી પોતે પૈસા ચૂકવ્યા છે તેમ કહીને યુવકને પેમેન્ટ ચેક કરવા કહે છે. યુવકના યુપીઆઈ એપમાં એક નોટીફીકેશન આવે છે. તે ઓપન કરી તેમાં પીન પૂછતા યુવક પીન ટાઈપ કરે છે. આમ કરતા જ તેના એકાઉન્ટમાંથી રૂા.૫૦,૦૦૦ કપાઈ જાય છે. અહી ફ્રોડ કરનાર દ્વારા પૈસા મોકલવાના બદલે યુપીઆઈના રિકવેસ્ટ મની અથવા કલેકટ મની ફીચર દ્વારા પૈસાની માંગણી કરવામા આવી હતી જેના કારણે યુવકે તે રિકવેસ્ટ ઓપન કરી પોતાનો પીન ટાઈપ કરતા તેના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા.
ઘણા સાયબર ક્રિમીનલ્સ પોતે બેંકના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે. અને યુપીઆઈ એપના રિકવેસ્ટમની ફીચર દ્વારા યુઝર્સને તેમનુ પીન ટાઈપ કરવા જણાવે છે. આ ઉપરાંત હાલમા જુદી જુદી કંપનીના ફેક કસ્ટમર કેર સર્વીસ દ્વારા ફોડ સામે આવ્યા છે. જેમાં યુઝર્સ રીફંડ માટે અરજી કરે છે. પરંતુ સાયબર ક્રીમીનલ્સ દ્વારા આવા પ્રકારના ફોડનો ભોગ બને છે.
નેશનલ પેમેન્ટ ઓફ ઈન્ડીયા (એનપીસીઆઈ) મુજબ જૂન ૨૦૧૯માં યુપીઆઈ ફેસેલીટી દ્વારા ૭૫૪.૫૪ મીલીયન ટ્રાન્ઝેકશન થયા હતા જેની કુલ રકમ રૂા.૧,૪૬,૫૬૬.૩૫ કરોડ જેટલી હતી. હાલ ૧૪૨ એક યુપીઆઈ સાથે જોડાણ ધરાવે છે. જયારે યુપીઆઈનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે તેના દ્વારા થતા સાયબર ફોડ અંગે લોકોમાં જાણકારી પણ એટલી જ અનિવાર્ય બની જાય છે. આ સિવાય યુપીઆઈ દ્વારા થતા સાયબર ફોડથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખી શકાય.
૧. યુપીઆઈ એપના સેન્ડ મની અને રિકવેસ્ટ બની ફીચરને બરાબર સમજવું યુપીઆઈ દ્વારા પૈસા મેળવવા માટે કયારેય પીન ટાઈપ કરવાની જરૂર પડતી નથી. ફકત પૈસા મોકલવા કે ચુકવવા માટે જ પીન ટાઈપ કરવાની જરૂર રહે છે.
૨. અજાણ્યા સ્ત્રોત પરથી આવેલ એસએમએસ, વ્હોટસએપ મેસેજ અથવા ઈમેઈલમાં આવેલ લીક પર કયારેય કલીક ન કરો.
૩. કોઈપણ સંજોગોમાં યુપીઆઈ એપ સંલગ્ન કોઈપણ પાસ વર્ડ, પીન અને ઓટીપી અન્ય લોકો સાથે શેયર ન કરો.
૪. યુપીઆઈ દ્વારા ફોડ થયાના સંજોગોમાં તે ટ્રાન્ઝેકશનની વિગત સ્ક્રીનશોટ દ્વારા સાચવી રાખો. આ અંગે યુપીઆઈ એપ અને બેંકને ઈમેઈલ અથવા ફોન દ્વારા જાણ કરો. પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવો. આ પરાંત તે યુપીઆઈ સંલગ્ન એકાઉન્ટ પણ બ્લોક કરાવી દો.