મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ અલ્પાબેન પારેખનું આયોજન
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં વરસાદ ખેંચાણો છે ત્યારે વરુણ દેવને રીઝવવા માટે રાજકોટમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૫૦થી વધારે બેહેનો વરસાદની કૃપા રાજકોટ અને સૌરાષ્ટ્ર પર થઇ તે માટે પ્રાર્થના અને હવન કરશે.
આ અંગે વધુ માહિતી આપતા મહિલા પતંજલિ યોગ સમિતિ ના અઘ્યક્ષ અને આરોગ્યમ યોગ કેન્દ્ર ચલાવતા અલ્પા બેન પારેખ જણાવે છે કે રાજકોટ અને ખાસ કરીને સૂરાષ્ટ્રમા વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને જો ટૂંક સ્માયમાં વરસાદ નહિ આવે તો વાવણી કર્યા પછી પાકને પણ ભારે નુકશાન જય શકે તેમ છે ત્યારે વરુણ દેવને રીઝવવા માટે રાજકોટમાં ૧૫૦ થી પણ વધારે યોગિનીઓ સાથે ગુરુપૂર્ણિમા ના દિવસે દીપ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાયત્રી શક્તિપીઠ ના વંદનીય રમા બેન રાજકોટની ૧૫૦થી વધારે બેહેનોને યજ્ઞ કરાવશે.
આ મહા યજ્ઞ માં જોડાવા માંગતા બધીજ માતાઓ, બહેનો અને દીકરી ઓ ઘરે થી દિવા લાવશે અને દીપ યજ્ઞ નો લાભ લેશે.
રાજકોટમાં આ સીઝનમાં માત્ર બે થી ત્રણ ઇંચ જેવો જ વરસાદ થયો છે અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ નહિવત છે ત્યારે આ યજ્ઞ બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રની ધરતીને પાણીથી તરબોળ કરી દેવી જ પ્રાર્થના અહીં કરવામાં આવશે આ મહા યજ્ઞ સાધુ વાસવાણી રોડ પાર આવેલા સન સીટી માં આવેલા ક્રિસ્ટલ બિલ્ડીંગ ના પાર્કિંગમાં આ મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.