ગળા કાપ હરીફાઈમાં રિલાયન્સ છેક સુધી લડી લેવા માગે છે
૨૦ કરોડ મોબાઈલ વેચાણનું લક્ષ્ય હાંસલ કરવા રીલાયન્સ માત્ર ને માત્ર ‚ા.૧૦૦૦ માં હેન્ડસેટ વેંચશે અત્યારે મોબાઈલ માર્કેટમાં કટ થ્રોટ કોમ્પિટીશન એટલ કે ગળાકાપ હરીફાઈ ચાલીરહી છે. તેમાં રીલાયન્સ છેક સુધી લડીલેવા માગે છે.
રીલાયન્સ જીઓ લોન્ચ કરીને હરીફોને હંફાવી દેનારી આ કંપની હવે સાવ કબૂતરની ચણના ભાવે ૪જી ફોન વેંચશે ૨ વર્ષમાં ૨૦ કરોડ મોબાઈલ વેંચવાનું લક્ષ્યાંક છે.
ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે ૪-જી ફીચર ધરાવતા હેન્ડસેટ રીલાયન્સ માત્ર ૧૦૦૦થી ૧૫૦૦માં આપશે. જો કે, સવાલ એ થાય કે આટલા સસ્તા હેન્ડસેટ લોકો બલ્કમાં ખરીદવા લાગશે તો માર્કેટમાં માલની અછત સર્જાશે અને કદાચ કાળા બજારની ભીતિ રહે અગર વેઈટિંગ લિસ્ટ રાખવું પડે. ઘણી બધી શકયતાઓ છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં મોબાઈલ માર્કેટ મોટું છે. ભાગ્યે જ કોઈ એવો ‘વીરલો’ હશે જે એન્ડરોઈડ વર્ઝન યુકત સ્માર્ટ ફોન યૂઝ નહી કરતો હોય તેવામાં વહેતી ગંગામાં હાથ ધોવા માટે રીલાયન્સ તૈયાર છે.હવે જોવાનું એ રહે છે કે જયારે આ મોબાઈલનું વેચાણ શ‚ થાય ત્યારે શું થાય છે.