25000 વૃક્ષો વાવી સિલ્વર જયુબિલીના ભાગરૂપે કાર્યક્રમની ઉજવણી કરાય
વૃક્ષો એ જ ખરા અર્થમાં ‘જીવન’ ના મંત્રને સાકાર કરતો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ઔદ્યોગિક ક્રાંતિના સમય પછી સતત વાતાવરણ પ્રદૂષિત થતા.છેલ્લા ઘણા વર્ષોમાં ગ્લોબલવોર્મિંગની સમસ્યાને કારણે સમગ્ર વિશ્વમાં તાપમાન ઉતરોતર વધતું જતું હોય. ત્યારે આ વિકરાળ સમસ્યામાં માનવજાત માટે ખતરાની ઘંટી સમાન હોય.ત્યારે વૃક્ષોએ માનવજાત માટે અનેક રીતે ઉપયોગી છે.આ વાક્યને સાર્થક કરવા તેમજ વૃક્ષ એ જ ખરા અર્થમાં જીવન છે આ મંત્રને સાકાર કરી આપણી સંસ્કૃતિ મુજબ છોડમાં રણછોડ છે ના નારાને સાર્થક કરવા જે કે વેલનેસ-ફાઉન્ડેશન,સદભાવના વ્રુધાશ્રમ તથા લોઠડા- પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 25000 વૃક્ષો વાવવાની સિલ્વર જુબલીના ભાગરૂપે ભવ્યતિ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી અભિભૂત થયો છું: સી.આર. પાટીલ
કાર્યક્રમના ઉદ્ઘાટક પ.પુ પરમાત્માનંદ સરસ્વતીજી,પ.પુ વશિષ્ઠનાથજી બાપુએ કુટુંબભાવના અને વૃક્ષો ના માવજત અને જતન પર પ્રવચન આપ્યું હતું.આ કાર્યક્રમમાં દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, પીપલાણાના કેશુભાઈ ખોયાણી તથા પડવલાના મયુરસિંહ જાડેજાનુ સન્માન કરાયું હતું.કાર્યક્રમ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ વૃક્ષારોપણ કર્યું હતુ.તેમજ કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા રાજકોટ જીલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા , રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ના મેયર પ્રદીપભાઈ ડવ ,પ્રદેશ સહ પ્રવક્તા ભરતભાઈ ડાંગર, પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,તેમજ રાજુભાઇ ધ્રુવ, ધનસુખભાઈ ભંડેરી અને સંગઠનના હોદેદાર ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમળ્યું હતું.
ઘર ઘર વૃક્ષ પહોંચાડવાની નેમ ઉપાડી છે:જ્યંતીલાલ સરધારા
જે કે વેલનેસ ફાઉન્ડેશનના ચેરમેન જ્યંતીલાલ સરધારાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કાર્યક્રમ થતી ઘર ઘર સુધી વૃક્ષ પહોંચાડવાની નેમ ઉપાડી છે.અમારું આ અભિયાન પુર વેગે શરૂ રહેશે. દાતાઓને સન્માનિત કરી અમે આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છીએ.25000 વૃક્ષો વાવી અને સિલ્વર જ્યુબિલીના ભાગરૂપે કાર્યક્રમની ઉજવણી કરી હતી.
લોઠડા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમને બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળ્યો હતો