યુપીમાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં બે જાહેર સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઉત્તરપ્રદેશના મઉમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી. તેઓએ કહ્યું કે યુપીમાં મહામિલાવટવાળાઓના આંકડાનો મેળ તૂટ્યો છે. વિપક્ષ મોદીને હટાવવાના બહાને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માગે છે. મોદીએ કહ્યું કે મમતા બેનર્જી યુપીવાળાઓને બહારના લોકો કહે છે, પરંતુ બસપા પ્રમુખ માયાવતી તેમનું સમર્થન કરી રહ્યાં છે. માયાવતીને યુપીવાળાની ચિંતા નથી પરંતુ તે ખુરસીના ખેલમાં જ
વ્યસ્ત છે.
મોદીએ બંગાળમાં થયેલી હિંસા પર કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી હતી અમે ત્યાં પંચધાતુની મૂર્તિ સ્થાપિત કરીશું. મોદી આજે ઉત્તરપ્રદેશના ચંદ્રોલી, મિર્ઝાપુર અને પશ્ચિમ બંગાળના મથુરાપુર તેમજ દમદમમાં સભાઓ કરી હતી.
મોદી હટાવોના રાગ આલાપનારાઓ રઘવાયા થયા: મોદીએ કહ્યું કે, “મહામિલાવટી જે મહિના પહેલાં મોદી હટાવોનો રાગ આલાપી રહ્યાં હતા તેઓ આજે રઘવાયા થયા છે. તેમના પરાજય પર દેશવાસીઓએ મોહર લગાવી દીધી છે. ઉત્તરપ્રદેશે તો તેમનું ગણિત જ બગાડી નાખ્યું છે. સપા-બસપાએ જાતિવાદના આધારે ગઠબંધનનો પ્રયાસ કર્યો. એસી રૂમમાં બેઠેલા નેતા પોતાના કાર્યકર્તાઓને ભૂલી જ ગયા. બંને પાર્ટીઓના કાર્યકર્તા એક બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. સપા-બસપાએ કેટલીક જાતિઓને પોતાના ગુલામ સમજી લીધા હતા. ૨૦૧૪, ૨૦૧૭માં બીજી વખત સમજાવ્યા બાદ હવે ૨૦૧૯માં ઉત્તરપ્રદેશ ત્રીજી વખત આ પક્ષોને વધુ યોગ્ય રીતે સમજાવવા જઈ રહ્યું છે કે જાતિઓ તમારી ગુલામ નથી. લોકો એમ સમજે છે કે વોટ વિકાસ માટે જ. વોટ દેશના વિકાસ માટે જ અપાય છે. આ લોકો જાતિના નામે માત્ર સત્તા મેળવી જે બાદ તેનો ઉપયોગ બંગલા બનાવવા અને સંબંધીઓને કરોડપતિ-અબજપતિ બનાવવા માટે
જ કર્યો.”
ફઈ-ભત્રીજાએ દરબારીઓની દીવાલ ઊભી કરી મોદી: વડાપ્રધાને કહ્યું કે, “ફઈ-ભત્રીજાએ ગરીબોને દૂર કરી દીધા છે.તેઓ પોતાની આજુબાજુ પૈસા-વૈભવ અને દરબારીઓની એટલી ઊંચી દીવાલ ઊભી કરી લીધી છે કે ગરીબોના સુખ, દુ:ખ ધ્યાનમાં જ નથી આવતા. આ મહામિલવાટી લોકોથી અલગ હું ઈમાનદારીથી પ્રયાસ કરું છું કે ગરીબનું જીવન આસાન બને. તેઓને યોગ્ય સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો કરી રહ્યો છું. ત્રણ તલાકથી મુક્તિ અપાવવાનું બીડું પણ અમારી સરકારે જ ઉઠાવ્યું. આ મહામિલાવટીઓએ ન્યાય અપાવવામાં વાંધાઓ નાખ્યા. સરકાર ઈચ્છે છે કે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાક વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનો હક્ક મળે.”
’સપા-બસપાએ દુષ્કર્મના આરોપીઓને ટિકિટ આપી’: મોદીએ કહ્યું કે, “સપા-બસપાએ એવા ઉમેદવાર ઉતાર્યા છે જેના પર દુષ્કર્મનો આરોપ છે. સપાનો ઈતિહાસ તો ઉત્તરપ્રદેશના લોકો જાણે છે. મહિલા સુરક્ષાને લઈને બહેનજીનું વર્તન પણ સવાલો ઊભા કરે છે. કેટલાંક દિવસ પહેલાં અલવરમાં દલિદ દીકરીની સાથે ગેંગરેપ થયો. ત્યાં બહેનજીના સમર્થનથી કોંગ્રેસની સરકાર ચાલી રહી છે. ચૂંટણીને જોતા રાજ્ય સરકારે મામલો છુપાવવાના પ્રયાસ કર્યા. માયાવતીએ કોંગ્રેસમાંથી સમર્થન પાછું ખેંચવાને બદલે મોદીને ગાળો આપવામાં વ્યસ્ત છે. આ વલણ જ દેખાડે છે કે મહામિલાવટી કોઈને પણ દગો આપી શકે છે.