લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસના દિગજ્જ નેતા ટોમ વડક્કન અને TMCના નેતા અર્જુનસિંહ  ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વડક્કને કહ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. પુલવામા હુમલા બાદ તેઓ કોંગ્રેસના સેના પ્રત્યેના વલણના કારણે ઘણા દુઃખી હતા.જેના કારણે તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ સૂત્રોની માહિતી પ્રમાણે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી પણ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

ટોમ વડક્કન સોનિયા ગાંધીના અંગત વ્યક્તિ ગણાતા હતા. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં વડક્કને કહ્યું કે, તેઓ કોંગ્રેસની વંશવાદની રાજનીતિથી પરેશાન થઈ ચુક્યા છે. જેનાથી કંટાળીને તેમને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત TMCના નેતા અર્જુન સિંહ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.