એક જ દિવસમાં 74 ટકાના ઉછાળા સાથે નવા 304 કેસ નોંધાયા: છ દર્દીઓ વેન્ટીલેટર પર
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા કેસમાં ઓચિંતો ઉછાળો નોંધાતા ચિંતા વધી છે. ગઇકાલે સંક્રમિતોની સંખ્યામાં 74 ટકાનો ઉછાળો આવ્યો હતો. 304 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. જો કે એકપણ વ્યક્તિનું મોત નિપજ્યુ નથી. ગઇકાલે પણ સંક્રમિત થનારા કરતા કોરોનાને મ્હાત આપનારાની સંખ્યા વધુ છે.
સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા હતા. જેની સામે ગઇકાલે મંગળવારે નવા 304 કેસ નોંધાયા છે. સંક્રમિત થનારાઓની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 90 કેસ, સુરત કોર્પોરેશનમાં 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 30 કેસ, મહેસાણા જિલ્લામાં 19 કેસ, વલસાડ જિલ્લામાં 14 કેસ, ગાંધીનગર જિલ્લામાં 12 કેસ, સુરત જિલ્લામાં 12 કેસ, ભરૂચ જિલ્લામાં 10 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 10 કેસ, અમરેલી જિલ્લામાં 9 કેસ, પાટણ જિલ્લામાં 9 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, બનાસકાંઠામાં પાંચ કેસ, મોરબી જિલ્લામાં નવા પાંચ કેસ, આણંદ જિલ્લામાં 4 કેસ, વડોદરા જિલ્લામાં ચાર કેસ, બોટાદ, ગીર સોમનાથ અને નવસારી જિલ્લામાં 3-3 કેસ, કચ્છ, નર્મદા, પંચમહાલ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં નવા 2-2 કેસ જ્યારે અમદાવાદ જિલ્લો, ભાવનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં નવા એક-એક કેસ નોંધાયા છે.રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2149એ પહોંચ્યો છે. જે પૈકી 6 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે.