કેવી આવી છે આ કોરોનાની ઘડી,
ફૂલો પણ કરી રહ્યા હવે વાતો બે ઘડી,
બગીચામાં થઈ રહ્યો થોડો કલબલાટ,
કુદરત પણ કરે છે એકાંતમાં વાત,
લાલ ખીલતું ગુલાબ કરી રહ્યું ચિંતા,
ક્યારે આવશે મારો ભક્ત મને લેવા,
ઈશ્વર પણ જોઈ રહ્યા હશે રાહ મારી,
મારે પણ ચડવું તેમના ચરણે ફરી,
ગલગોટા સાંભળે છે તું વિપદા મારી,
તું ક્યાં ખોવાયેલો છો આ ઘડી?
ગલગોટો બોલ્યો મને પણ આવે છે હવે રડવું,
મને કોઈ હવે નથી બોલાવતું,
આજે બાજુમાં રહીને તે આપ્યો મને સાદ,
લાગ્યું તું છો હવે મિત્ર મારી આ એકલતાનો ખાસ,
તારી મારી વિપદા છે એક સમાન,
મને પણ ક્યાં કોઈ લઈ જાય હવે તોડી,
લાગે છે દરેક ભક્ત અને મનુષ્ય ચાલી ગયા આપણને છોડી,
હવે તો છે માત્ર એક આસ,
કે આ હવા ફેલાવતી જાય આપણી સુંગંધ થોડી-થોડી,
તો કદાચ આ ઈશ્વર પણ સંભાળશે વાત આપણી,
લોકોને આપશે આ કોરોનાથી મુક્તિ,
આપણને ફરી પહોચાડશે ઈશ્વર સુધી,
ત્યારે મળશે આપણા મનને એજ હુફ અને શાંતિ,
જ્યારે ફૂલ બજારથી થશે આપણી ફરી ખરીદી,
ભક્તો અને ઈશ્વર સાથે ફરી થશે ભેટ આપણી.